રૂપાને બહુ પ્રેમ જાગે તો તે દીકરાના પગના તળિયે કિસ કરે છે

21 September, 2020 09:43 PM IST  |  Rajkot | Rashmin Shah

રૂપાને બહુ પ્રેમ જાગે તો તે દીકરાના પગના તળિયે કિસ કરે છે

રુપાલી ગાંગૂલી

સ્ટાર પ્લસ પર સુપરહિટ પુરવાર થયેલા શો ‘અનુપમા’માં લીડ કૅરૅક્ટર કરતી રૂપા ગાંગુલી માટે આ સમય બહુ પીડાદાયી છે. રૂપા કહે છે, ‘મેં મારા દીકરા સાથે રહેવા માટે ૭ વર્ષ લિટરલી કરીઅરમાં બ્રેક લીધો અને હવે કામ શરૂ થયા પછી મારે દીકરાથી બ્રેક લેવો પડ્યો છે. કોરોનાને કારણે હું તેનાથી શક્ય હોય એટલું ડિસ્ટન્સ રાખું છું. બહુ મન થાય કે રહેવાય નહીં તો હું દીકરાના પગના તળિયે કિસ કરીને મારું મન મનાવી લઉં છું.’
રૂપાનું શૂટિંગ ૭ જુલાઈથી શરૂ થયું અને ત્યારથી તેણે આ જ નિયમ રાખ્યો છે. ઘરે પહોંચ્યા પછી પણ એ દીકરાથી અંતર રાખે છે અને એ હદ સુધી કે શૂટિંગ પછી તે એક પણ વાર દીકરા સાથે સૂતી નથી. રૂપા કહે છે, ‘હું એકલી સૂઉં છું અને મારો દીકરો અને હસબન્ડ બન્ને અલગ રૂમમાં સૂએ છે. કોરોનાના ઇન્ફેક્શનને લીધે અમે આ સાવચેતી રાખીએ છીએ. આ સાવચેતી બધાએ રાખવી જોઈએ એવું હું કહીશ. મને યાદ નથી કે મેં મારા દીકરાને શૂટિંગ શરૂ થયા પછી પછી છેલ્લે ક્યારે હગ કર્યું હતું, પણ જેકંઈ કરીએ છીએ એ તેના બેટરમેન્ટ માટે છે અને કહે છેને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યૉર.

Rashmin Shah rajkot television news entertainment news