ઇસે નહીં દેખા તો કુછ નહીં દેખા

20 January, 2020 12:23 PM IST  |  Mumbai Desk | rashmin shah

ઇસે નહીં દેખા તો કુછ નહીં દેખા

વાઇલ્ડ લાઇફ અને નેચર પર આધારિત શોઝ માટે પોપ્યુલર એવી સોની બીબીસી અર્થ પર ૨૦મી જાન્યુઆરીએ શરૂ થનારી સિરીઝ ‘સેવન વર્લ્ડ્સ, વન પ્લેનેટ’ માટે ચેનલનો દાવો છે કે આજ સુધી શૂટમાં સૌથી લાંબો સમય લેનારો આ શો છે. પંદરસો વ્યક્તિના યુનિટ દ્વારા આ શો શૂટ કરવામાં ચાર વર્ષ લાગ્યા છે. આ શોમાં જગતના છેલ્લા બે સફેદ ગેંડાથી માંડીને દરિયાની સૌથી ઘાતક એવી વ્હેલ માછલીના મહાકાય ઝૂંડને પણ શૂટ કરવામાં આવ્યું છે તો પેંગ્વિનના પ્રજનન કાળને અને ડોલ્ફિનના સંવનન સમયગાળાને પણ શૂટ કરવામાં આવ્યો છે. વાઇલ્ડ લાઇફ શૂટના જનક કહેવાતાં ડેવિડ એટનબરો દ્વારા શૂટ કરવામાં આવેલી આ સીરિઝમાં ડેવિડ એટનબરોની જ કોમેન્ટ્રી રાખવામાં આવી છે.

શૂટ દરમ્યાન અનેક કડવા અને ખરાબ અનુભવ પછી પણ આ શોનું શૂટ અટકાવવામાં નહોતું આવ્યું એ આ શોની ખાસ વાત છે.

Rashmin Shah bollywood entertaintment television news