મેં ક્યારેય અન્ય સાથે રેસમાં વિશ્વાસ નથી રાખ્યો : અવિકા

11 May, 2022 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અવિકા ગોરનું કહેવું છે કે રેસમાં તેને ક્યારેય વિશ્વાસ નથી રહ્યો. તેણે ઘણા શોમાં કામ કર્યું છે અને તે હવે તેલુગુ કન્ટેન્ટને પ્રોડ્યુસ પણ કરી રહી છે.

અવિકા ગોર

અવિકા ગોરનું કહેવું છે કે રેસમાં તેને ક્યારેય વિશ્વાસ નથી રહ્યો. તેણે ઘણા શોમાં કામ કર્યું છે અને તે હવે તેલુગુ કન્ટેન્ટને પ્રોડ્યુસ પણ કરી રહી છે. ‘બાલિકા વધૂ’ માટે તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. તે તેની કરીઅરને નૉર્મલ રીતે આગળ વધારી રહી છે. આ વિશે વાત કરતાં અવિકાએ કહ્યું હતું કે ‘હું ક્યારેય કોઈ રેસનો ભાગ નથી બની. હું હંમેશાં એ જ કરું છું જે મને કરવાની ઇચ્છા થાય. આથી હું કોઈ પણ રેસની કૅટેગરીનો ભાગ બનવા નથી માગતી. મેં હંમેશાં મારો રસ્તો શોધ્યો છે અને મેં મારી કરીઅર બનાવી છે. હું જે કરું છું એમાં હું ખુશ છું.’

television news avika gor