ધૃતરાષ્ટ્રના પાત્ર માટે મેં બાળક જેવો અપ્રોચ રાખ્યો છે: નીતિશ પાંડે

06 April, 2020 04:21 PM IST  |  Ahmedabad | Nirali Dave

ધૃતરાષ્ટ્રના પાત્ર માટે મેં બાળક જેવો અપ્રોચ રાખ્યો છે: નીતિશ પાંડે

નીતિશ પાંડે

સ્ટાર પ્લસ પર માર્ચમાં શરૂ થયેલા સાયન્સ-ફિક્શન કૉમેડી શો ‘મહારાજ કી જય હો’ને લૉકડાઉનને લીધે વધુ દર્શકો મળી રહ્યા છે. શોમાં સંજય (સત્યજિત દુબે) નામના યુવાનની વાત છે જે કાર ચોરીને પોલીસથી બચવા ભાગતો હોય છે અને વૈજ્ઞાનિકે બનાવેલા ટાઇમ-મશીન દ્વારા ધૃતરાષ્ટ્રની સભામાં હસ્તિનાપુર પહોંચી જાય છે.

ધૃતરાષ્ટ્રનું રસપ્રદ પાત્ર ભજવતા નીતિશ પાંડેનું માનવું છે કે આવા ઑથર-બેઝ્‍ડ રોલ બહુ ઓછા જોવા મળે છે. તે કહે છે, ‘મેં ધૃતરાષ્ટ્રનું પાત્ર ભજવવા માટે એક નાના બાળક જેવો અપ્રોચ રાખ્યો છે જે બધું જોવા માગે છે. હું એક પૌરાણિક પાત્ર ભજવી રહ્યો છું એનો ભાર મેં નથી રાખ્યો. જોકે એક દિવ્યાંગ વ્યક્તિની મજાક ન બની જાય એનું પણ મેં ધ્યાન રાખ્યું છે.’

ઉલ્લેખનીય છે કે ‘મહારાજ કી જય હો’માં જાણીતા કૉમેડી અભિનેતા રાજેશકુમાર (સારાભાઈ વર્સસ સારાભાઈ) પણ મહત્ત્વના પાત્રમાં છે. તેમની સાથે કામ કરવા વિશે નીતિશે કહ્યું કે ‘અમે આ ફીલ્ડમાં પ્રતિસ્પર્ધી હોવાથી ઘણાં વર્ષો સુધી સાથે કામ ન કરી શક્યા, પણ આ શો થકી એ શક્ય બન્યું છે. ઘણી વાર એવું થતું કે કોઈ એક પાત્ર માટે અમે બન્ને શૉર્ટલિસ્ટ થયા હોઈએ અને અમારા બેમાંથી કોઈ એક એ રોલ લઈ જાય!’

television news tv show