ઑનસ્ક્રીન રડવા માટે મારે ગ્લિસરીનની જરૂર નથી : ઉપાસના સિંહ

16 June, 2022 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉપાસના સિંહનું કહેવું છે કે ઑનસ્ક્રીન રડવા માટે તેને ગ્લિસરીનની ક્યારેય પણ જરૂર નથી પડી.

ઉપાસના સિંહ

ઉપાસના સિંહનું કહેવું છે કે ઑનસ્ક્રીન રડવા માટે તેને ગ્લિસરીનની ક્યારેય પણ જરૂર નથી પડી. ડિઝની + હૉટસ્ટાર પર ૧૭ જૂનથી સ્ટ્રીમ થઈ રહેલા ‘માસૂમ’માં ઉપાસના સિંહની સાથે બમન ઈરાની અને મંજરી ફડનીસની સાથે ઘણા ઍક્ટર્સ છે. આ શોને મિહિર દેસાઈએ ડિરેક્ટ કર્યો છે. આ વિશે વાત કરતાં ઉપાસનાએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ સિરિયસ રોલ છે. કોઈ પણ ઍક્ટરે આવા પાત્ર માટે ઊંડાણમાં ઊતરવું જરૂરી છે. મારા માટે આ એટલું મુશ્કેલ નહોતું, કારણ કે હું ​થિયેટર્સના બૅકગ્રાઉન્ડમાંથી આવું છું. મેં ભૂતકાળમાં આવાં પાત્ર ભજવ્યાં છે. ‘માસૂમ’ એક એવી સિરીઝ છે જેમાં મારે ગ્લિસરીનનો ઉપયોગ નથી કરવો પડ્યો. હું મારી લાઇન્સ અને ડાયલૉગમાં એટલી ઊંડી ઊતરી ગઈ હતી કે મને ઑટોમૅટિકલી જ આંસુ આવી રહ્યાં હતાં. પહેલું દૃશ્ય હોય કે સાતમું દૃશ્ય, મને એની જરૂર નહોતી પડી. આવા દૃશ્ય માટે ઍક્ટર્સ મોટા ભાગે ગ્લિસરીનનો ઉપયોગ કરે છે, પરંતુ મને એની જરૂર નહોતી પડી. આ પાત્ર સાથે હું એટલી કનેક્ટ થઈ ગઈ હતી કે મને એ મારું જ પાત્ર લાગતું હતું. દૃશ્યના શૂટિંગ બાદ પણ મને મારા પાત્રમાંથી બહાર આવતાં સમય લાગતો હતો. હું મારા હાથ-પગ હલાવીને જોતી હતી કે એ ખરેખર હલે છે કે નહીં.’

television news upasana singh