શબ્બીરનો હું મોટો ફૅન છું : જય ભાનુશાલી

31 August, 2022 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શબ્બીર છેલ્લાં ૨૩ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે, એમાં જય પણ એનો એક ચાહક છે.

જય ભાનુશાલીનું અને શબ્બીર અહલુવાલિયા

જય ભાનુશાલીનું કહેવું છે કે તે શબ્બીર અહલુવાલિયાનો ખૂબ મોટો ફૅન છે. ઝીટીવી દ્વારા હાલમાં ઝી રિશ્તે અવૉર્ડ્સ સેલિબ્રેટ થઈ રહ્યો છે. આ શોની નૉમિનેશન પાર્ટી ૪ સપ્ટેમ્બરે રાતે ૮ વાગ્યે ટીવી પર રજૂ થશે. આ શો જય દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. ઝીટીવી છેલ્લાં ૩૦ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે અને શબ્બીર છેલ્લાં ૨૩ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે, એમાં જય પણ એનો એક ચાહક છે. આ વિશે વાત કરતાં જયે કહ્યું કે ‘મારે એક વાતનું કન્ફેશન કરવું છે કે શબ્બીર છેલ્લાં ૨૩ વર્ષથી ઝી સાથે જોડાયેલો છે અને ઘણા લોકોને એ વિશે ખબર નથી. શબ્બીરનો ૧૯૯૯માં આવેલો પહેલો શો ‘હિપ હિપ હુર્રે’થી હું તેનો ફૅન છું. હું ત્યારથી તેને જોઈ રહ્યો છું અને મને તેની ઍક્ટિંગ ત્યારથી ગમે છે.’

entertainment news indian television television news jay bhanushali shabbir ahluwalia zee tv