સંયુક્ત કુટુંબની વૅલ્યુ સમજાવશે હમ - એક મકાન એક દુકાન

28 February, 2020 03:03 PM IST  |  Mumbai

સંયુક્ત કુટુંબની વૅલ્યુ સમજાવશે હમ - એક મકાન એક દુકાન

કલર્સ ટીવીની વર્તમાન સિરિયલ ‘વિદ્યા’ના સર્જક મહેશ પાંડે સ્ટાર ભારત પર નવો પારિવારિક શો લઈને આવી રહ્યા છે. આ શોનું નામ ‘હમ - એક મકાન એક દુકાન’ છે જે સંયુક્ત કુટુંબનો વિષય રજૂ કરશે અને સંબંધોની વૅલ્યુ સમજાવશે. રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર મહેશ પાંડે ટીવીજગતના જાણીતા લેખક છે જેમણે ‘કસૌટી ઝિંદગી કી’, ‘કસમ સે’, ‘કુમકુમ’, ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ જેવા પૉપ્યુલર ટીવી-શો લખ્યા છે.

મહેશ પાંડે પ્રોડક્શન્સની ‘હમ - એક મકાન એક દુકાન’નું શૂટિંગ હાલમાં વારાણસીમાં થઈ રહ્યું છે. આ શોમાં હિતેન તેજવાણી (કુટુંબ, પવિત્ર રિશ્તા), પરિણીતા બોરઠાકુર (સ્વરાગિની), મોહિત દુસેજા (રાગિની એમએમએસ રિટર્ન્સ 2), રિન્કુ ધવન (કહાની ઘર ઘર કી), સોનલ વેન્ગુર્લેકર (યે વાદા રહા) જેવા કલાકારો જોવા મળશે. હિતેન અને પરિણીતા પતિ-પત્નીનો રોલ કરી રહ્યાં છે. આ ઉપરાંત ‘સંજીવની’ ફેમ ગુરદીપ કોહલી અને ‘કુમકુમ ભાગ્ય’ ફેમ કિરણ ભાર્ગવ પણ શોમાં જોડાય એવી શક્યતા છે.

hiten tejwani indian television entertainment news