ભારતી સિંહને કેવી રીતે ફળ્યું લૉકડાઉન?

05 May, 2020 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતી સિંહને કેવી રીતે ફળ્યું લૉકડાઉન?

વી મેટ નામની મોબાઇલ-ઍપ કંપનીએ કૉમેડિયન ભારતી સિંહ સાથે ફની વિડિયોની એક કૉન્ટેસ્ટ જાહેર કરી છે, જેમાં ભારતી ઍપ-યુઝરને જાતજાતના ફની ટાસ્ક આપશે અને એ ટાસ્કને ઍપ-યુઝરે પૂરા કરવાના રહેશે. આવેલા એ વિડિયોની રીચ અને ભારતીની પસંદગીના આધારે મોસ્ટ ફેમસ અને ફની વિડિયોને પસંદ કરવામાં આવશે અને એને પ્રાઇઝ આપવામાં આવશે. મોબાઇલ કંપનીએ કુલ ત્રણ કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝ મૂક્યા છે જેમાં હાઇએસ્ટ ૧૦ લાખ રૂપિયાનું કૅશ પ્રાઇઝ છે.

પેલા મારિયોની વિડિયો-ગેમ યાદ છે. આ જ કંપનીએ આ મારિયો ગેમ જેવું જ વર્ઝન તૈયાર કર્યું છે જે કોરોના આધારિત છે. એમાં મારિયોની જગ્યાએ વીવી નામનું કૅરૅક્ટર છે અને મારિયો જે રીતે ફૂલ ખાઈને મજબૂત થતો હતો એમ અહીં આ વીવી કૅરૅક્ટર સૅનિટાઇઝર અને માસ્ક મેળવીને કોરોના સામે મજબૂત થાય છે. એપ્રિલમાં લૉન્ચ થયેલી આ ગેમને જબરદસ્ત રિસ્પૉન્સ મળતાં કંપનીએ પોતાની આ ફની વિડિયો-ઍપને પ્રમોટ કરવા માટે ભારતી સિંહ સાથે હાથ ‌મિલાવ્યા છે.

coronavirus covid19 excel entertainment bharti singh