હિતેન તેજવાણી આવશે CIFમાં, દંગલ ચૅનલના પૉપ્યુલર શો માટે બનશે પોલીસ

20 November, 2019 12:03 PM IST  |  Mumbai

હિતેન તેજવાણી આવશે CIFમાં, દંગલ ચૅનલના પૉપ્યુલર શો માટે બનશે પોલીસ

હિતને તેજવાની

છેલ્લા થોડા સમયથી દંગલ ચૅનલે કાઠું કાઢ્યું છે અને રૂરલ ઇન્ડિયામાં એણે મોટું ઑડિયન્સ મેળવવાનું શરૂ કર્યું છે. આ દંગલ ચૅનલ પર આવતા ક્રાઇમ શો ‘CIF’ એટલે કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફોર્સમાં હવે પૉપ્યુલર ઍક્ટર હિતેન તેજવાણી દેખાવાનો છે. એક કલાકના આ એપિસોડમાં હિતેન પોલીસ ઑફિસર બન્યો છે. હિતેને વાતને કન્ફર્મ કરતાં કહ્યું કે ‘આ ઑફિસરનો લુક પણ ડિફરન્ટ હશે અને તેની કડપ પણ બધા કરતાં જુદી હશે.’
‘CIF’માં હિતેન પ્રામાણિક અને ખુદ્દાર પોલીસ ઑફિસરનો રોલ કરશે જે ફોર્સમાં આવી ગયેલા બગાડને સુધારવાનું ઇજન પણ આપશે. આ રોલ માટે હિતેને ‘સિંઘમ’ના અજય દેવગનને આંખ સામે રાખ્યો છે.

hiten tejwani tv show