નવું નાટક : આજે ઓપન થાય છે - થૅન્ક યુ શિવાની

09 September, 2012 05:59 AM IST  | 

નવું નાટક : આજે ઓપન થાય છે - થૅન્ક યુ શિવાની



રિયલ લાઇફમાં મા-દીકરી છે તે કેતકી દવે અને રિદ્ધિ દવે આ નાટકમાં સાસુ-વહુનો રોલ કરી રહ્યાં છે. એની વાત કરતાં રસિક દવે કહે છે, ‘નાટકમાં મુંબઈમાં રહેતા એક નાગર પરિવારની વાત છે. હાઈ ર્કોટના રિટાયર્ડ જજનાં પત્ની કૉલેજમાં પ્રિન્સિપાલ છે. તેમનો દીકરો ફોટોગ્રાફર છે જેની પત્ની આફ્રિકાની છે. જોકે તે છે ગુજરાતી યુવતી. નાટકમાં શરૂઆતમાં સાસુ-વહુ વચ્ચે સંઘર્ષ છે, પણ પછી કોઈ એક પૉઇન્ટ પર તેઓ રિયલાઇઝ કરે છે કે આમાં બેયની ભૂલ હોય છે અને તેઓ બદલાય છે. તેમના સંબંધો મા-દીકરી જેવા થઈ જાય છે. આ નાટક લવસ્ટોરી છે, પણ સાસુ-વહુની!’

આજના યુવાનોએ નાટક ખાસ શા માટે જોવું જોઈએ એની વાત કરતાં રસિક દવે કહે છે, ‘આજના યુવાનો ખાસ કરીને તડ ને ફડ કરવામાં, સંબંધોને તોડવામાં માને છે ત્યારે આ નાટકમાં વાત છે સંબંધોને જોડવાની, જોડાયેલા રાખવાની. નાટકમાં છેવટે એ સિદ્ધ થાય છે કે આપણા તે આપણા ને બીજાના તે બીજાના.’

જે નાટકના અઢીસો શો થયા છે એ ‘દીકરી નં. ૧’ તથા ‘અમરેલીથી અમેરિકા’ સહિતનાં દરેક નાટકમાં મને અવનવી ચૅલેન્જ મળી રહી છે એની વાત કરતાં રસિક દવે કહે છે કે રિલેશનની એક નવી ચૅલેન્જ સાથેનું આ એક ટોટલ સોશ્યલ નાટક છે.

આજે સાંજે ૭.૪૫ વાગ્યે ગોવાલિયા ટૅન્ક ખાતે આવેલા તેજપાલ હૉલમાં આ નાટકનો શુભારંભ થઈ રહ્યો છે.