નવું નાટક : આજે ઓપન થાય છે - શ્યામપ્રિયા

09 September, 2012 06:06 AM IST  | 

નવું નાટક : આજે ઓપન થાય છે - શ્યામપ્રિયા



પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણનો પરણેલી યુવતી રાધા સાથેનો પ્યાર માત્ર ડિવાઇન નહીં, સંપૂર્ણ માનવીય છે. આ પ્યારને સમજવો જરૂરી છે. નાટકમાં ફોકસ રાધા અને કૃષ્ણનો પ્યાર છે એની વાત કરતાં લેખિકા નીતા રેશમિયા કહે છે, ‘નાટક એક લવસ્ટોરી છે જેમાં એક વાત પ્રસ્થાપિત થાય છે કે જો સાચો પ્યાર હોય તો તે એક થઈને જ રહે. રાધા-કૃષ્ણ જિંદગીમાં તો મળી ન શક્યાં પણ તેમની જીદ હતી કે જીવ્યાં ભલે દૂર રહીને, પણ મરીશું સાથે. આમ છેક ત્યારથી લઈને સ્વર્ગારોહણ સુધીના પ્યારની વાત નાટકમાં છે.’

રાધા સાથે પ્યારને લઈને દ્વારિકાના રાજા બનેલા કૃષ્ણના મનમાં કેવી વિડંબના છે, પરણેલી રાધાના જીવનમાં કૃષ્ણના પ્યારને લઈને કેવા પ્રૉબ્લેમ્સ છે વગેરે મનોભાવોની સરસ રજૂઆત નાટકમાં છે એની વાત કરતાં નીતા રેશમિયા કહે છે, ‘નાટકમાં ભલે પાંચ હજાર વર્ષ પહેલાંના રાધા-કૃષ્ણના પ્યારની વાત હોય, પણ એ આજની પેઢી માટે એટલી જ કન્ટેમ્પરરી એટલા માટે છે કે એમાં રાધા-કૃષ્ણનું જે કમિટમેન્ટ છે એ યુવાપેઢીએ સમજવાની જરૂર છે.’

નાટકને હિન્દીમાં બનાવવા બાબતે નીતા કહે છે, ‘આ પ્યૉર લવસ્ટોરીમાં અમારે યુવાપેઢીને ઇન્વૉલ્વ કરવી છે. તેમના એ કમિટમેન્ટની વાત યુવાપેઢીને પહોંચાડવી છે, પણ યુવાનો રીજનલ લૅન્ગ્વેજ ઓછી રિફર કરે છે એથી અને નાટકને નૅશનલ ફલક પર લઈ જવું હોવાથી અમે એ હિન્દીમાં બનાવ્યું છે.’

આજે સાંજે સાડાસાત વાગ્યે બાંદરા (વેસ્ટ)ના રંગશારદા ઑડિટોરિયમમાં આ નાટકનો શુભારંભ છે એ જ રીતે એક પ્રયોગ ગઈ કાલે સાંજે સાત વાગ્યે એનસીપીએના તાતા થિયેટરમાં થયો.