હાર માનવું ગમતું નથી અનેરી વજાણીને

05 February, 2023 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઊંઘવું તેને ખૂબ ગમે છે અને ગમે એટલા અવાજમાં પણ તે સૂઈ શકે છે : પરફ્યુમ ખૂબ ગમતું હોવાથી એના પર વધુ પૈસા ખર્ચ કરવાનું તે પસંદ કરે છે

અનેરી વજાણી

અનેરી વજાણીનો જન્મ ગુજરાતી ફૅમિલીમાં થયો હતો. તેણે ૨૦૧૨માં આવેલી ‘કાલી - એક પુનરાવતાર’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ઘણી સિરિયલમાં કામ કર્યું છે. જોકે કુશાલ ટંડન અને જેનિફર વિન્ગેટ સાથેની ‘બેહદ’માં કામ કર્યા બાદ તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. તેણે ‘સિલસિલા બદલતે રિશ્તોં કા સીઝન 2’, ‘પવિત્ર ભાગ્ય’, ‘અનુપમા’ અને ‘ખતરોં કે ખિલાડી સીઝન 12માં પણ કામ કર્યું હતું. તેણે તેલુગુ ફિલ્મ અને મ્યુઝિક વિડિયોમાં પણ કામ કર્યું છે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
ફન, ફ્રેન્ડ્લી, આશાવાદી, મોટિવેટેડ અને હાર્ડ વર્કિંગ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
મારા કામની કોઈ પ્રશંસા કરે તો મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે. મારા નિકટના કોઈ પણ વ્યક્તિને ખોવાનો મને ખૂબ ડર લાગે છે.

ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
ડેટ પર કોને લઈ જવું એની તો મને હજી પણ ખબર નથી.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
મને પરફ્યુમનો ઘણો શોખ છે.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
મારા અન્ટેન્શન માટે કોઈ પણ વ્યક્તિએ મારી સામે રિયલ બનીને રહેવું પડશે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
હું ક્યારેય હાર નથી માનતી અને મારા ઍટિટ્યુડને લઈને લોકો મને હંમેશાં યાદ રાખે એવી મારી ઇચ્છા છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
મારા એક ફૅને તેના હાથ પર મારા નામનું ટૅટૂ કરાવ્યું હતું જે મને થોડું વિચિત્ર લાગ્યું હતું. મારો એક ફૅન કૅલિફૉર્નિયાથી મળવા આવ્યો હતો અને મારા માટે ઘણી ક્રેઝી ગિફ્ટ્સ લઈ આવ્યો હતો. તેણે મને ખૂબ પેમ્પર કરી હતી.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
ઊંઘવું. હું કોઈ પણ જગ્યાએ સૂઈ શકું છું. ખૂબ અવાજ આવતો હોય તો પણ મને એનાથી કશો ફરક નથી પડતો.

પહેલી જૉબ કઈ હતી?
હું સત્તર વર્ષની હતી ત્યારે ત્રણથી પાંચ વર્ષનાં ૭૦ બાળકોને ડાન્સ શીખવાડતી હતી.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવી રાખ્યાં છે?
કૉલેજમાં હતી ત્યારનાં મારાં કેટલાંક ટી-શર્ટ છે જેને મેં સાચવી રાખ્યાં છે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
‘ખતરોં કે ખિલાડી’ મારા માટે ખૂબ ડૅરિંગવાળું હતું.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
એ હજી પણ મિસ્ટરી છે.

television news khatron ke khiladi entertainment news harsh desai