સોલ્ટ સિટીમાં ગુજરાતી અભિનેત્રી વિનીતા જે. દિવ્યે‌ન્દુ શર્મા સાથે દેખાશ

11 November, 2019 02:08 PM IST  |  Mumbai

સોલ્ટ સિટીમાં ગુજરાતી અભિનેત્રી વિનીતા જે. દિવ્યે‌ન્દુ શર્મા સાથે દેખાશ

વિનીતા જે.

૨૦૧૧-૨૦૧૨ દરમ્યાન સ્ટાર પ્લસ પર આવતી ધારાવાહિક ‘નવ્યા... નયે ધડકન નયે સવાલ’થી ટીવી-કરિયર શરૂ કરનાર વિનીતા છેલ્લે ‘મહાકાલી-અંત હી આરંભ હૈ’ તથા ‘સાવધાન ઈન્ડિયા’ના એપિસોડમાં દેખાઈ હતી. ગયા વર્ષે આવેલી ગુજરાતી ફિલ્મ ‘મિડનાઈટ વિથ મેનકા’માં તેણે મલ્હાર ઠાકરની બહેનનો રોલ કર્યો હતો. હવે વિનીતા આ ઉપરાંત વિનીતા એપ્લોઝ એન્ટરટેઈન્મેન્ટ પ્રોડક્શન હાઉસની ‘સોલ્ટ સિટી’ નામની વેબ-સિરીઝમાં ફિલ્મો અને ‘મિર્ઝાપુર’ વેબ-સિરીઝથી વધુ જાણીતા થયેલા અભિનેતા દિવ્યેન્દુ શર્માની પ્રેમિકાનું પાત્ર ભજવી રહી છે. વિનીતા આ ઉપરાંત નેટફ્લિક્સ માટે શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ દ્વારા નિર્મિત ફિલ્મ ‘ક્લાસ ઑફ ૮૩’માં પણ દેખાવાની છે. તેણે કહ્યું હતું કે, ‘‘ક્લાસ ઑફ ૮૩’માં બોબી દેઓલ સાથેનું જ મારું નાનકડું પણ મહત્વનું પાત્ર છે.’
વિનીતા આ ઉપરાંત આશુતોષ ગોવારિકરની હિસ્ટોરીકલ-ડ્રામા ‘પાનીપત’માં સમશેર બહાદુરની પત્ની મેહરમના પાત્રમાં જોવા મળશે.
મિડ-ડે સાથે વાત કરતા વિનીતાએ કહ્યું કે, ‘હું શમશેર બહાદુર, જે બાજીરાવનો મસ્તાનીથી થયેલો બાળક હતો, તેની પત્નીનું પાત્ર ભજવી રહી છું.’

tv show