ઇરોઝ નાવની સિરીઝ ‘હિન્દમાતા’માં ઍક્ટ્રેસ માનસી રાચ્છ

26 March, 2021 02:20 PM IST  |  Mumbai | Nirali Dave

‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’ અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ સહિતની ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી ગુજરાતી ઍક્ટ્રેસ માનસી રાચ્છે સાથે ગપસપ

માનસી રાચ્છ

‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ અને ‘ચાર્લી કે ચક્કર મેં’ જેવી ફિલ્મો તથા કલર્સ ટીવીની ‘24’ સિરીઝની બીજી સીઝન અને વુટની ‘ઇટ્સ નૉટ ધૅટ સિમ્પલ’માં સ્વરા ભાસ્કર સાથે દેખાયેલી માનસી રાચ્છ હવે ‘હિન્દમાતા’ નામની વેબ-સિરીઝમાં જોવા મળવાની છે.

૧૦-૧૦ મિનિટના ૧૨ એપિસોડમાં રિલીઝ થનારી ‘હિન્દમાતા’માં ચાર મહિલા કેદીની વાત છે જે હ્યુમન રાઇટ ઍક્ટિવિસ્ટનું કામ કરે છે અને એસ્ટૅબ્લિશમેન્ટ વિરુદ્ધ બોલતાં તેને જેલમાં પૂરી દેવામાં આવી છે. આ ચારેય મહિલામાંની એક સુધા છે જે કૅરૅક્ટર માનસી રાચ્છ ભજવી રહી છે. માનસી રાચ્છે ‘મિડ-ડે’ સાથેની વાતચતીમાં કહ્યું કે ‘હિન્દમાતા’માં અમે ચારેય મેકઅપ વિના દેખાવાનાં છીએ. હું આ પ્રકારનું પાત્ર પહેલી વખત ભજવી રહી છું. મારી સાથે બાકીની ત્રણ મહિલા કેદીના પાત્રમાં રાશિ મલ, તૃપ્તિ ખામકર અને સૃષ્ટિ જૈન છે. આ ઉપરાંત સિરીઝનાં ડિરેક્ટર પણ  મહિલા રિધિ કછેલા છે. એટલે કહી શકાય કે સિરીઝના ૮૦ ટકા ક્રૂ ઍન્ડ કાસ્ટમાં મહિલાઓ છે. રસપ્રદ વાત એ છે કે અમે ઑલમોસ્ટ શૂટિંગ જેલના યુનિફૉર્મ એટલે કે એક જ સાડીમાં કર્યું છે!’

માનસી રાચ્છે જણાવ્યું કે ‘હિન્દમાતા’ સિરીઝ વુમન-ઓરિયેન્ટેડ છે, પણ અહીં બૉયફ્રેન્ડ કે હસબન્ડનો પ્રૉબ્લેમ નથી, અલગ છે. સિરીઝ ૧૦ દિવસમાં શૂટ થઈ છે અને ૩૧ માર્ચે રિલીઝ થવાની છે. માનસી રાચ્છની મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘વિકીનો વરઘોડો’ રેડી છે જે કોરોના ટળ્યા બાદ જોવા મળશે.

entertainment news indian television television news tv show nirali dave