ખુશખબરી : તારક મેહતા...નો સેટ ફરી ગાજતો થશે!

30 June, 2020 10:33 PM IST  |  Mumbai | Mumbai correspondent

ખુશખબરી : તારક મેહતા...નો સેટ ફરી ગાજતો થશે!

તારક મેહતા સેટ ફરી થશે ગાજતો

સિરિયલના શૂટિંગને મંજૂરી મળતાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની ગાડી ધીમે-ધીમે પાટે ચડી રહી છે. ‘કસૌટી ઝિંદગી કી’, ‘નાગિન’, ‘છોટી સરદારની’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સહિતના શોનું શૂટિંગ પૂરતી સાવધાની સાથે શરૂ કરવામાં આવ્યું છે અને કલાકારો સેટ પરના ફોટો પણ પોસ્ટ કરી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં દર્શકોને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા એપિસોડ પણ જોવા મળશે. શોના ડિરેક્ટર માલવ રાજડાએ તાજેતરમાં સેટની મુલાકાત લીધી છે અને સેટનો અભ્યાસ કર્યો છે એટલે શોનું શૂટિંગ શરૂ થવાની શક્યતા પૂરેપૂરી છે. નવા એપિસોડની વાત થાય છે ત્યારે ઝી ટીવીના ‘કુંડલી ભાગ્ય’ અને ‘કુમકુમ ભાગ્ય’ સહિતની સિરિયલના નવા એપિસોડ ૧૩ જુલાઈથી ટેલિકાસ્ટ થવાના છે.

television news taarak mehta ka ooltah chashmah