રબને બના દી જોડી

01 September, 2020 10:18 PM IST  |  Rajkot | Mumbai Correspondent

રબને બના દી જોડી

નીલુ વાઘેલા અને નમિષ તનેજા

ઑડિયન્સ જે પૅરને પસંદ કરે એને વારંવાર રિપીટ કરવામાં આવે છે. આવું જ થયું છે નીલુ વાઘેલા અને નમિષ તનેજા સાથે. આ બન્નેએ છેલ્લે જે શો કર્યો એ શોમાં સાસુ-જમાઈ તરીકે સાથે હતાં. એ શોમાં બન્નેની જોડીને ઑડિયન્સે એવી પસંદ કરી કે આ જ પૅરને હવે ફરીથી સાથે લેવામાં આવી. દંગલ ચૅનલના નવા શો ‘અય મેરે હમસફર’માં નીલુ વાઘેલા અને નમિષ તનેજા હવે મા-દીકરાના રૂપમાં જોવા મળશે. નીલુ વાઘેલાએ કહ્યું કે ‘સામાન્ય રીતે જોડીને રિપીટ કરવાનું ટાળવામાં આવે છે, પણ પ્રોડક્શન-હાઉસ એ જ ડિટ પૅરને રિપીટ કરવા માગતી હતી એટલે એણે અમને રિપીટ કર્યાં અને હવે જમાઈ મારો દીકરો બનીને સિરિયલમાં જોવા મળશે.’
નીલુ વાઘેલા પહેલાં આ શો નહોતો કરવાની, પણ જ્યારે પ્રોડક્શન-હાઉસે કહ્યું કે તમે જે વેદનાં મમ્મી બનવાનાં છો એ વેદનું કૅરૅક્ટર નમિષ તનેજા કરે છે. નીલુ કહે છે, ‘બસ, આ સાંભળીને મારા ચહેરા પર સ્માઇલ આવી ગયું અને મેં શો કરવાની હા પાડી દીધી.’

rajkot entertainment news television news