29 May, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણવીર બોહરા
કરણવીર બોહરા હવે ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’માં પોલીસ-ઑફિસર તરીકે જોવા મળશે. આ શોમાં ઈશાનના પાત્રમાં શક્તિ અરોરા અને સાવીના પાત્રમાં ભાવિકા શર્મા જોવા મળી રહ્યાં છે. તેઓ ડિવૉર્સ લેવાનાં હોય છે. જોકે આ વાતથી હરિનીનું પાત્ર ભજવતી અંકિતા ખરે અજાણ હોય છે. આ સ્ટોરીલાઇનમાં વધુ ટ્વિસ્ટ લાવવા માટે કરણવીર બોહરાની એન્ટ્રી થઈ છે. આ વિશે વાત કરતાં કરણવીર કહે છે, ‘હું ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’માં પોલીસનું પાત્ર ભજવી રહ્યો છું. મારા પાત્રનું નામ ભવર પાટીલ છે, જેને બાજીરાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હું પહેલી વાર આવું પાત્ર ભજવી રહ્યો છું. બાજીરાવ થોડો નેગેટિવ છે, જેના કારણે ઈશાન અને સાવીની લાઇફમાં તોફાન આવશે. મારા પાત્રના ઘણા લેયર્સ છે, જેને એક્સપ્લોર કરવા માટે હું આતુર છું.’