ફ્રેન્ડ્સ રીયુનિયન પણ કોરોનાનો ભોગ બન્યું!

20 March, 2020 03:05 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફ્રેન્ડ્સ રીયુનિયન પણ કોરોનાનો ભોગ બન્યું!

કોરોના વાઇરસે વધુ એક મહત્વના પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું છે. વિશ્વભરમાં જેના ચાહકો છે એવી ૯૦ના દાયકાની પૉપ્યુલર ટીવી-સિરીઝ ‘ફ્રેન્ડ્સ’નો રીયુનિયન સ્પેશ્યલ એપિસોડ શૂટ થવાનો હતો જે હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. વૉર્નર મીડિયા એન્ટરટેઇનમેન્ટ મે મહિનામાં પોતાનું નવું વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘એચબીઓ મૅક્સ’ લૉન્ચ કરવા માગે છે જેના માટે ફ્રેન્ડ્સના કલાકારો જેનિફર એનિસ્ટન, કોર્ટની કૉકસ, લીસા કુડ્રો, મૅટ લીબ્લાન્ક, મૅથ્યુ પૅરી અને ડેવિડ શ્‍વિમર સ્પેશ્યલ એપિસોડ શૂટ કરવાનાં હતાં. રસપ્રદ વાત એ છે કે આ એપિસોડનું શૂટિંગ શોના ઓરજિનલ સાઉન્ડસ્ટેજ એટલે કે વૉર્નર બ્રોસ સ્ટુડિયોમાં થવાનું હતું.

૧૦ વર્ષ સુધી ચાલેલી (૧૯૯૪થી ૨૦૦૪) આ ટીવી-સિરીઝ હજી પણ એટલી જ લોકપ્રિય છે અને પોતાના ફેવરિટ કલાકારોને આટલાં વર્ષો બાદ પાછા ઑન-સ્ક્રીન જોવા માટે ચાહકો આતુર બન્યા હતા. જોકે તેમને હજી પણ એ ક્ષણ માટે રાહ જોવી પડશે. આ સ્પેશ્યલ એપિસોડનું ડિરેક્શન બૅન વિન્સ્ટન કરવાના છે.

television news tv show