10 April, 2023 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ્વનિ ગોરી
ઝી ટીવી પર આવતી સિરિયલ ‘મૈં હૂં અપરાજિતા’માં દિશાનો રોલ કરનાર ધ્વનિ ગોરીનું કહેવું છે કે તેને દરરોજ સેટ પર શ્વેતા તિવારી અને માનવ ગોહિલ પાસેથી ઘણું શીખવા મળે છે. આ શોમાં શ્વેતા ત્રણ દીકરીની મમ્મીના રોલમાં છે અને માનવ તેનો એક્સ-હસબન્ડ છે. મોહિનીનો રોલ ભજવતી શ્વેતા ગુલાટી સાથે માનવે આ સિરિયલમાં લગ્ન કર્યાં છે. આ શો વિશે ધ્વનિ ગોરીએ કહ્યું કે ‘હું આભારી છું કે મને આ પાત્ર ભજવવા મળ્યું છે. દિશાનો રોલ ભજવવો મારા માટે સરળ નહોતું, કારણ કે રિયલ લાઇફમાં હું જેવી છું એનાથી તે તદ્દન વિપરીત છે. હું રિઝર્વ્ડ વ્યક્તિ છું. મારા વિચારોને વ્યક્ત નથી કરતી. જોકે દિશા સ્ટ્રૉન્ગ અને હંમેશાં બોલતી વખતે પોતાના દિમાગનો ઉપયોગ કરે છે. મને લાગે છે કે મારા પાત્રએ મને વધુ સ્ટ્રૉન્ગ બનાવી છે અને મારી ઍક્ટિંગમાં પણ ઘણો સુધારો આવ્યો છે. ખરું કહું તો મને દરરોજ શ્વેતા તિવારી મૅમ અને માનવ ગોહિલ સર પાસેથી ઍક્ટિંગ વિશે ઘણું શીખવા મળે છે. મારા સીન્સને મને રિહર્સ કરવા પડે છે. બન્ને અદ્ભુત ઍક્ટર્સ છે. તેઓ અઘરા સીનને પણ સરળ બનાવી દે છે. હું તેમની પ્રશંસા કરવાની સાથે તેમને અતિશય માન પણ આપું છું. તેઓ મારે માટે પ્રેરણારૂપ છે.’