મિશન મંગલયાન પર એકતા કપૂર પણ બનાવશે વેબ-સિરીઝ

14 December, 2018 07:05 PM IST  |  | Sonil Dedhia

મિશન મંગલયાન પર એકતા કપૂર પણ બનાવશે વેબ-સિરીઝ

એકતા કપૂર

અક્ષયકુમારે ‘મિશન મંગલ’નું શૂટિંગ શરૂ કર્યું છે ત્યારે એકતા કપૂર પણ હવે એ વિષય પર વેબ-સિરીઝ બનાવવા જઈ રહી છે. એકતા આ શોને ગયા વર્ષે બનાવવાની હતી, પરંતુ ISRO એ વિષયથી ખુશ ન હોવાથી એ વેબ-સિરીઝને પડતી મૂકવામાં આવી હતી. અક્ષયકુમારની ફિલ્મની જાહેરાતથી પ્રેરાઈને એકતાએ આ વિષય પર ફરી વેબ-સિરીઝ બનાવવાનો નિર્ણય લીધો છે. એકતાએ ગયા વર્ષે બૅન્ગલોરમાં ISROની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ એકતાએ ‘મંગલયાન’ વેબ-સિરીઝની જાહેરાત કરી હતી.

જોકે ISRO દ્વારા એ વેબ-સિરીઝને લઈને ઘણા વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. તેમના મિશન ‘મંગલયાન’ના નામનો ઉપયોગ કરવામાં આવે એ પણ તેમને પસંદ નહોતું. જોકે એકતાએ હવે આ મિશનની થીમનો ઉપયોગ કરીને એક ફિક્શન-શો બનાવવાનું નક્કી કર્યું છે અને ISROએ પણ એ માટે પરવાનગી આપી દીધી છે. આ શોનું શૂટિંગ માર્ચમાં શરૂ કરવામાં આવશે.

ekta kapoor web series indian space research organisation