‘રાગિની MMS’ની સેકન્ડ સીઝન પર એકતા કપૂરે કહીં આ વાત...

22 November, 2019 12:19 PM IST  |  Rajkot | Rashmin Shah

‘રાગિની MMS’ની સેકન્ડ સીઝન પર એકતા કપૂરે કહીં આ વાત...

એકતા કપૂર

Alt બાલાજીનું બધું ધ્યાન અત્યારે પોતાની આગામી વેબ-સિરીઝ ‘રાગિની એમએમએસ’ની સેકન્ડ સીઝન પર છે. સેક્સ અને હૉરરના આ ડબલ કૉમ્બિનેશન અને એ કૉમ્બિનેશનમાં પાછું સેન્સર બોર્ડની કોઈ લપ નહીં. એકતા ઇચ્છે છે કે તેની આ વેબ-સિરીઝે ઇન્ટરનેટ પર તોફાન મચાવી દેવું જોઈએ. આ જ કારણે એકતાએ પોતાની જાતને પણ મેદાનમાં ઉતારી દીધી છે.

એકતાએ ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’નો એક પ્રોમો એવો બનાવ્યો છે જેમાં તે પોતે પોતાની ઑફિસમાં સ્ટાફ સાથે બેઠી હોય અને આ પ્રોજેક્ટ માટે શું કરવું જોઈએ એની મીટિંગ ચાલી રહી છે. કોઈ પણ હિસાબે શોમાં ચમક, ધમક અને નમક લાવવાની વાત આવે છે અને એકતા એક ફોન કરે છે. આ પ્રોમો અહીં પૂરો થાય છે, પણ પ્રોમોની સૌથી મોટી વાત એ છે કે એકતા પોતે આ પ્રોમોમાં આવી છે. આવું પહેલી વખત બન્યું છે કે એકતાએ પોતાના પર પ્રોમો ડિઝાઇન કરાવ્યો હોય. આ જ દર્શાવે છે કે એકતા કપૂર માટે ‘રાગિની એમએમએસ’ની સેકન્ડ સીઝન કેટલી મહત્વની છે.

એક ખાસ વાત એ કહેવાની કે ‘રાગિની એમએમએસ’માં ટિકટૉક પર પૉપ્યુલર થયેલા ત્રણ સ્ટારને પણ સાઇન કરવામાં આવ્યા છે.

ekta kapoor television news ragini mms 2 Rashmin Shah