સેન્સરશિપ કોઈ સોલ્યુશન નથીઃએક્તા કપૂર

17 May, 2019 09:03 AM IST  |  મુંબઈ

સેન્સરશિપ કોઈ સોલ્યુશન નથીઃએક્તા કપૂર

એક્તા કપૂર (File Photo)

એકતા કપૂરનું કહેવું છે કે ડિજિટલ કન્ટેન્ટ પર અંકુશ રાખવો એ કોઈ સોલ્યુશન નથી. ફિલ્મોની જેમ હવે ડિજિટલ કન્ટેન્ટ પર પણ સેન્સરશિપ લગાવવાની વાત કરવામાં આવી રહી છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસિસ અૅમેઝૉન અને નેટફ્લિક્સ જેવા પ્લૅટફૉર્મ પર ઉંમરને લગતા રેટિંગ સિવાય કોઈ સેન્સરશિપ નથી. આ વિશે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે કે એના પર પણ અંકુશ રાખવામાં આવે. આ માટે સુપ્રીમ કોર્ટે સરકાર શું વિચારે છે એ જાણવાની ડિમાન્ડ કરી છે. આ વિશે પૂછતાં એકતાએ કહ્યું હતું કે ‘અંકુશ લગાવવામાં આવ્યો તો એની વધુ ડિમાન્ડ જોવા મળશે. આ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. મને ઘણા લોકો પૂછે છે કે હું કેમ આટલી બોલ્ડ છું? જોકે મેં હંમેશાં કહ્યું છે કે મને સેક્સથી કોઈ પ્રૉબ્લેમ નથી. જો ઍક્ટરને કોઈ ફરક ન પડી રહ્યો હોય કે તેમને સેક્સ કરતાં કોઈ જુએ અને દર્શકો પણ અે જોવા માગતા હોય તો પછી કોઈ પ્રૉબ્લેમ જ નથી. આ બન્ને તરફથી સહમતીની વાત છે. જો લગ્નમાં પણ એક જ વ્યક્તિની સહમતી હોય તો એ ક્રાઇમ છે. સેક્સ કોઈ ઇશ્યુ નથી, પરંતુ એને ફોર્સ કરવું એ એક ઇશ્યુ છે.’

આ પણ વાંચોઃ નાગિન 2માં થોડો ગોટાળો થઈ ગયો હતો : એકતા કપૂર

ડિજિટલ પ્લૅટફૉર્મ પર અંકુશ મૂકવામાં આવ્યો તો તે શું કરશે એ વિશે પૂછતાં એકતાએ કહ્યું હતું કે ‘આપણે શું કરી શકીએ? જે કરશે એ તેઓ કરશે અને આપણે ફૉલો કરવું રહ્યું. જોકે મારા વિચારો એકદમ સાફ છે. મારું માનવું છે કે સોસાયટીમાં કોઈ પણ વસ્તુ પર અંકુશ રાખવામાં આવે ‌તો એને મેળવવાની લોકોની જિજ્ઞાસા વધે છે. આ એક હ્યુમન સાઇકોલૉજી છે.’

 

ekta kapoor entertaintment balaji telefilms