બ્રોકન... બટ બ્યુટિફુલ 2 આંખથી જોવી નહીં, દિલથી અનુભવવીઃ એકતા કપૂર

18 November, 2019 11:36 AM IST  |  Mumbai | Rashmin Shah

બ્રોકન... બટ બ્યુટિફુલ 2 આંખથી જોવી નહીં, દિલથી અનુભવવીઃ એકતા કપૂર

વિક્રાંત મેસી અને હરલિન શેઠી વેબ-સિરીઝનાં લીડ સ્ટાર્સ છે

Alt બાલાજી પર ૨૭ નવેમ્બરે રિલીઝ થનારી ‘બ્રોકન... બટ બ્યુટિફુલ’ની સેકન્ડ સીઝનને બનતાં એક વર્ષ લાગ્યું. એકતા કપૂરની વેબ-સિરીઝની સેકન્ડ સામાન્ય રીતે ૪થી ૮ મહિનામાં તૈયાર થઈ જાય છે. આ એકમાત્ર એવી વેબ-સિરીઝ છે જેમાં એકતાએ પૂરતો સમય લીધો અને એનું કારણ પણ એ તેનો સબ્જેક્ટ છે. દિલ તૂટ્યા પછી જીવવાનું કામ કેવું અઘરું થઈ જાય અને એ અઘરી આદત તમે પાડી લો ત્યાં જ તમારો પ્રેમ તમારી લાઇફમાં પાછો આવી જાય તો કેવી હાલત થાય એ વાત ‘બ્રોકન... બટ બ્યુટિફુલ’માં દેખાડવામાં આવી છે. એકતા કપૂરના કહેવા મુજબ આ સીઝન આંખોથી જોવાની નથી, પણ દિલથી અનુભવવાની છે. એકતા કપૂર કહે છે કે ‘જરૂરી નથી કે દરેક સ્ટોરી પાસે હૅપી એન્ડિંગ હોય અને એ પછી પણ નક્કી છે કે આગળ વધતા જવાનું છે અને લાઇફ જીવવાની છે. ‘બ્રોકન... બટ બ્યુટિફુલ’ એ જ વાત કહે છે. પહેલી સીઝનમાં છૂટા પડવાની વાત હતી અને અહીં ફરીથી મળવાની વાત છે.’
‘બ્રોકન... બટ બ્યુટિફુલ’ની પહેલી સીઝનનાં અમિતાભ બચ્ચનથી માંડીને કરણ જોહર અને હૃતિક રોશન જેવા સ્ટાર વખાણ કરી ચૂક્યા છે. ‘બ્રોકન... બટ બ્યુટિફુલ’ પહેલી વેબ-સિરીઝ હતી જે દુનિયાની ૮ જેટલી બીજી લૅન્ગ્વેજમાં પણ ડબ કરવામાં આવી.

ekta kapoor