midday

ઍક્ટર શોધવા માટે ‘બિગ બૉસ 16’માં જાય છે એકતા કપૂર

13 January, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ એકતાએ ‘બિગ બૉસ 15’ના હાઉસમાંથી તેજસ્વી પ્રકાશની તેના શો ‘નાગિન 6’ માટે પસંદગી કરી હતી
એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂર તેની આગામી ફિલ્મના કલાકારો માટે નવા ચહેરાની શોધ કરવા માટે ‘બિગ બૉસ 16’ના હાઉસમાં જવાની છે. અગાઉ એકતાએ ‘બિગ બૉસ 15’ના હાઉસમાંથી તેજસ્વી પ્રકાશની તેના શો ‘નાગિન 6’ માટે પસંદગી કરી હતી. આ શો પર ટૂંક સમયમાં પરડદો પડી જવાનો છે. ‘નાગિન 6’ની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એકતા કપૂરે કૅપ્શન આપી હતી, ‘આ નગીના પ્રત્યે ખૂબ પ્રેમ છે. તે મને ‘બિગ બૉસ’ના હાઉસમાં મળી હતી. કોરોના, અતિશય તાવ અને શરદી હોવા છતાં મેં કલર્સ પર દબાણ નાખ્યું કે મારે તેને કાસ્ટ કરવી છે. ‘બિગ બૉસ’ની અંદર જઈને હું મારી આગામી ફિલ્મની જાહેરાત કરવા જવાની છું. જોઈએ આ વખતે કોણ મળે છે.’

Whatsapp-channel
entertainment news ekta kapoor Bigg Boss television news indian television colors tv naagin