ખબર છે તમને, લંકાદહન વખતે આગ વિક્રમ મસ્તલની પીઠ પર પણ લાગી હતી?

23 July, 2020 10:26 PM IST  |  Rajkot | Rashmin Shah

ખબર છે તમને, લંકાદહન વખતે આગ વિક્રમ મસ્તલની પીઠ પર પણ લાગી હતી?

વિક્રમ મસ્તાની

રામાયણનાં આમ તો અનેક વર્ઝન છે, પણ મજાની વાત એ છે કે તમામ વર્ઝન સુપરહિટ થયાં છે. રામાનંદ સાગરની ‘રામાયણ’ પછી આનંદ સાગરે પણ ‘રામાયણ’ બનાવી અને એ પણ સુપરહિટ રહી. આનંદ સાગરની ‘રામાયણ’ની સૌથી મહત્ત્વની વાત જો કોઈ હોય તો એ લંકાદહન વખતની છે. લંકાદહન વખતે લંકાને આગ લગાડી રહેલા અને સિરિયલમાં હનુમાન બનેલા ઍક્ટર વિક્રમ મસ્તલે એ સીન ભજવતી વખતે સાચે જ આગ લાગી હતી અને તેની પીઠ દાઝી ગઈ હતી. એ દિવસ યાદ આવે ત્યારે આજે પણ વિક્રમને ધ્રુજારી આવી જાય છે. વિક્રમ કહે છે, ‘મારે આ સીન માટે કલાકો સુધી રિહર્સલ્સ કરવાનું હતું. બૉડી ડબલની છૂટ હતી, પણ મારી ઇચ્છા નહોતી કે આ સીન ડુપ્લિકેટ કરે. ૧૦૦ ફુટ લાંબી પૂંછડી બનાવવામાં આવી હતી અને એ પૂંછડી પર ક્રૂડ છાંટીને એને આગ લગાડવામાં આવી હતી. આગ લાગી અને સેકન્ડમાં જ આગે આખી પૂંછડી સળગાવી દીધી હતી અને એ આગ સીધી મારી પીઠ પર આવી અને મને રિસ્કની સભાનતા આવી.’
લંકાદહન માટે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે હનુમાનજીએ લંકા સળગાવી હતી એ આગ છેક કન્યાકુમારીથી દેખાતી હતી.
શૂટિંગ વખતે લાગેલી આગમાંથી બચવાનું કામ કોઈ ચમત્કારી ઘટના હોય એવું જ વિક્રમ માને છે.

television news ramayan entertainment news