10 October, 2023 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનુપમા (ફાઈલ તસવીર)
તમને જાણીને આશ્ચર્ય થશે કે જે શૉ રુપાલી ગાંગુલીને કારણે હાલ દરેક ઘરમાં પૉપ્યુલર છે તે શૉ માટે રુપાલી ગાંગુલી પહેલી પસંદ નહોતી.
રુપાલી ગાંગુલી આજે ટેલીવિઝન જગતની ટૉપ એક્ટ્રેસ બની ચૂકી છે. જેનું કારણ તેનો સુપર હિટ શૉ અનુપમા છે જે ન તો દર્શકોના મગજમાંથી ઉતરે છે કે ન તો ટીઆરપી લિસ્ટમાંથી. ભલે તમે આ શૉ પર ટ્રેકને ખેંચવાની, ઈલૉજિકલ હોવાની અથવા આવા અનેક આરોપ મૂકો પણ એ વાતને તમે નકારી નહીં શકો કે આ શૉને જનતાનો પુષ્કળ પ્રેમ મળી રહ્યો છે અને જનતા આ શૉ દિલ દઈને જુએ પણ છે. શરૂઆતમાં અનુપમાનું પાત્ર લોકોને અજીબ પણ લાગ્યું પણ ધીમે ધીમે એવા ટ્વિસ્ટ અને ટર્ન આવતા ગયા કે લોકો આ શૉ સાથે જોડાઈ ગયા. તે સમયે શૉ સાઈન કરતી વખતે કદાચ રુપાલી ગાંગુલીએ પોતે પણ નહીં વિચાર્યું હોય કે આ શૉ આટલો મોટો અને સુપર હિટ શૉ બનશે.
શૉ માટે રુપાલી ગાંગુલી નહોતી પહેલી પસંદ!
તમને જાણીને આશ્ચર્ય થશે કે જે શૉ રુપાલી ગાંગુલીને કારણે હાલ અને છેલ્લા ઘણાં સમયથી ટીઆરપી અને દર્શકોના લિસ્ટમાં ટૉપ પર છે એટલે કે આસમાને છે તે શૉ માટે રુપાલી ગાંગુલી પહેલી પસંદ નહોતી. રુપાલી ગાંગુલી પહેલા આ શૉ બે એક્ટ્રેસને ઑફર કરવામાં આવ્યો હતો પણ બન્ને સાથે મેળ ન પડ્યો. આ શૉ જેમના હાથમાંથી નીકળી ગયો તેમને આ વાતનો વસવસો તો ચોક્કસ થતો જ હશે....
અનુપમાને રિજેક્ટ કરનારામાં એક નામ નેહા પેંડસેનું છે અને બીજું જૂહી પરમારનું. નેહાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને અનુપમાના રોલ માટે ના પાડી એનું કારણ એ હતું કે તેને આ શૉ ગમ્યો નહોતો. તો મીડિયા રિપૉર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અનુપમાના રોલ માટે પહેલી પસંદ જૂહી પરમાર હતી. પણ પોતાના બીજા પ્રૉફેશનલ કમિટમેન્ટ્સને કારણે જૂહીએ પણ આ શૉને હાથમાં લીધો નહીં.
ઉલ્લેખનીય છે કે ટેલિવિઝનની નંબર વન અભિનેત્રી રુપાલી ગાંગુલી (Rupali Ganguly)ને આજે કોઈ જ ઓળખાણની જરુર નથી. ‘અનુપમા’ (Anupamaa) સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલી અભિનેત્રીને આજે ભલે ઓળખાણની જરુર ન હોય પણ એક સમય એવો હતો જ્યારે ટીવી કે બોલિવૂડમાં તેને સફળતા નહોતી મળી. અનેક અસફળતાઓનો સામનો કર્યા બાદ રુપાલી ગાંગુલી આજે જે સ્થાને છે ત્યાં સુધી પહોંચી છે.