31 August, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમને ગિરગિટથી ખૂબ જ ડર લાગે છે. ગિરગિટ એટલે કે કાચિંડો. તે જેના પર બેસે છે એ કલરનો થઈ જાય છે. અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની પંદરમી સીઝનને હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં હિસારના એક સ્પર્ધક સાગર મિશ્રાને પાંચ હજાર રૂપિયા માટે એક સવાલ કરવામાં આવ્યો હતો કે નીચેનામાંથી કયું એવું પ્રાણી છે જે પાણીમાં શ્વાસ નથી લઈ શકતું? આપેલા ઑપ્શનમાં સાચો જવાબ ગિરગિટ હતો. આ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘ક્રૅબ, ઑક્ટોપસ અને ક્લાઉનફિશ પાણીમાં શ્વાસ લઈ શકે છે; કારણ કે એમની પાસે ગિલ્સ હોય છે. જોકે ગિરગિટને મનુષ્યની જેમ લંગ્સ છે એથી તેઓ ડૂબી શકે છે. તેઓ પાણીમાં શ્વાસ નથી લઈ શકતા.’
ત્યાર બાદ અમિતાભ બચ્ચને કહ્યું કે ‘મને ગિરગિટથી ડર લાગે છે. એ ઝાડ પર શાંતિથી બેસે છે ત્યાં સુધી ઠીક છે, પરંતુ એ જ્યારે ચાલવાનું શરૂ કરે અથવા તો હલે અથવા તો એનું માથું ઉપર-નીચે કરે ત્યારે મને ખૂબ જ ડર લાગે છે. મને એવું લાગે છે કે એ મને કહી રહ્યો હોય કે તું મને જોઈ રહ્યો છે અને જો તું મારી નજીક આવશે તો હું તને કરડીશ.’