યે હૈં મોહબ્બતેંનાં ઇશિતા અને રમણ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર સાથે દેખાશે?

27 December, 2019 02:30 PM IST  |  Ahmedabad | Parth Dave

યે હૈં મોહબ્બતેંનાં ઇશિતા અને રમણ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર સાથે દેખાશે?

કરણ પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠી

૬ વર્ષ સુધી ચાલેલા અને અત્યંત લોકપ્રિયતાને વરેલો શો ‘યે હૈં મોહબ્બતેં’ હવે ૧૮ ડિસેમ્બરે પૂર્ણ થયો. એનાં મુખ્ય પાત્રો ઈશિતા ઐયર અને રમણ ભલ્લાને તેના ફૅન્સ મિસ કરવાના છે એ નક્કી છે. જોકે એનો સ્પિન-ઑફ શો ‘યે હૈં ચાહતેં’ ૧૯ ડિસેમ્બરથી સ્ટાર પ્લસ પર શરૂ થઈ ચૂક્યો છે.

‘યે હૈં ચાહતેં’માં પ્રિશા ઐયરનું પાત્ર ડેવલપ કરવામાં આવ્યું છે એટલે કે એમાં મુખ્ય જોડી હવે નહીં દેખાય. આથી પ્રોડ્યુસર એકતા કપૂરે અભિનેતા કરણ પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠી સાથે એક વિડિયો બનાવીને મૂક્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે ‘અમને ઘણાંબધાં કૉમ્પ્લિમેન્ટ્સ અને મેસેજિસ મળી રહ્યા છે કે દર્શકો લીડ ઍક્ટર્સને મિસ કરવાના છે.’ આટલું કહ્યા પછી એકતા કપૂરે પૂછ્યું કે ‘શું તેઓ દિવ્યાંકા અને કરણને અલ્ટરનેટિવ મીડિયમમાં (બીજા કોઈ માધ્યમમાં) જોવા ઇચ્છે છે?’ આ વાક્ય બોલતી વખતે એકતાએ ‘અલ્ટરનેટિવ મીડિયમ’ પર ભાર મૂક્યો હતો.

આપણે જાણીએ છીએ કે એકતા કપૂરનું વેબ-સિરીઝ અને ફિલ્મો રજૂ કરતું ઓવર ધ ટૉપ ડિજિટલ પ્લૅટફૉર્મ અલ્ટ બાલાજી છે. તેણે ‘અલ્ટ’ બોલીને દર્શકો સમક્ષ હિન્ટ આપતી સ્માઇલ આપી હતી. એકતાએ એ વિડિયો સાથે લખ્યું હતું, ‘દરેક અંત એક શરૂઆત છે. દરેક બાયમાં એક હાય છે. જલદી મળીશું ‘અલ્ટ’રનેટિવ અથવા પૅરેલલ યુનિરર્સ પર.’

આ પણ વાંચો : વિક્રમ ભટ્ટની વેબ-શૉર્ટ ફિલ્મ બૉય્ઝ નાઇટ આઉટમાં આદિત્ય દેશમુખ

બની શકે કે ટૂંક સમયમાં અલ્ટ બાલાજીના આગામી શોની જાહેરાત કરવામાં આવે જેમાં કરણ અને દિવ્યાંકાની મુખ્ય જોડી હોય.

divyanka tripathi karan patel television news entertaintment