દૈવી દોસ્તી

22 January, 2021 05:24 PM IST  |  Rajkot | Mumbai correspondent

દૈવી દોસ્તી

દૈવી દોસ્તી

ઍન્ડટીવીના શો ‘સંતોષી માં - સુનાએં વ્રતકથાએં’માં સંતોષી માનું કૅરૅક્ટર કરતી ગ્રેસી સિંહ અને સ્વાતિનું કૅરૅક્ટર કરતી તન્વી ડોગરા ૬ મહિના પહેલાં એકમેકને ઓળખતી નહોતી, પણ ભક્ત અને દેવીના સંબંધોમાં જેવી ઘનિષ્ઠતા હોય એવી જ ઘનિષ્ઠતા આજે એ બન્ને વચ્ચે છે. ગજબનાક દોસ્તી એવી છે કે તન્વીનું માથું દુખતું હોય તો ગ્રેસી એ દબાવતી હોય અને ગ્રેસીનું લંચ-બૉક્સ તન્વી લાવતી હોય. બન્ને સાથે આવે પણ ખરી અને શૂટિંગ પૂરું થયા પછી બન્ને એકમેકની રાહ જોઈને વગર કારણે કલાકો સુધી એમ જ બેસી પણ રહે. ગ્રેસી કહે છે, ‘કેટલાક સંબંધો ઈશ્વર બનાવતો હોય છે. અમારી રિલેશનશિપ પણ એવી જ રીતે બની હોય એવું મને લાગે છે. તન્વીની મજાક-મસ્તી અને તેની ઇનોસન્સ અદ્ભુત છે. એ તમને પરાણે વહાલી લાગે.’
તન્વી ગ્રેસી સાથેની પોતાની દોસ્તી વિશે વાત કરતાં કહે છે, ‘ગ્રેસી ક્યારેય મારી સામે સિનિયર બનીને નથી રહી. તેની જે પૉઝિટિવિટી છે એ અદ્ભુત છે. તમને એના ચહેરા પર સ્માઇલ કાયમ જોવા મળે. હું માનું છું કે તેની સાથે દોસ્તી હોવી એ પણ ગુડ લકની સાઇન છે.’

television news indian television