કોરોનાનો કહેર: શાકભાજી વેચવા મજબૂર 'બાલિકા વધૂ'ના ડિરેક્ટર

28 September, 2020 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કોરોનાનો કહેર: શાકભાજી વેચવા મજબૂર 'બાલિકા વધૂ'ના ડિરેક્ટર

રામ વૃક્ષ ગૌર

કોરોના વાયરસ (Coronavirus) મહામારીએ આખા વિશ્વમાં કહેર વરસાવ્યો છે. લાખો લોકો આ મહામારીમાં અકાળ મૃત્યુ પામ્યા છે તો કરોડો લોકોનો રોજગાર છીનવાઇ ગયો છે. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને પણ કોરોના પેન્ડેમિકે ખૂબ જ વધારે પ્રભાવિત કર્યો છે. ફિલ્મો અને ટીવી સીરિયલ્સનું શૂટિંહ બંધ હતું, માયાનગરી મુંબઇમાં ફિલ્મ અને ટીવી ઉદ્યોગ સાથે જોડાયેલા કર્મચારીઓ સામે પણ આર્થિક સંકટ ઊભું થયું છે. જેનું ઉદાહરણ છે આઝમગઢમાં જોવા મળ્યું છે, જ્યાં 'બાલિકા (Balika Vadhu) વધૂ' અને 'કુછ તો (Kuch to log Kahenge) લોગ કહેંગે' જેવી જાણીતી સીરિયલ્સના નિર્દેશક રહી ચૂકેલા રામ વૃક્ષ ગોર આજે શાકભાજી વેચવા મજબૂર થઈ ગયા છે.

રામ વૃક્ષે પોતાના પરિવારનું પેટ ભરવા માટે આ કામ કરવું પડી રહ્યું છે. ડાયરેક્ટર રામ વૃક્ષ ગોરનું કહેવું છે કે રિયલ લાઇફ અને રીલ લાઇફ બન્ને જુદી જુદી હોય છે. તે પોતાના બાળકોને પરીક્ષા અપાવવા માટે જનપદ આઝમગઢ ગયા હતા. ત્યાં સુધી કોરોનાને કારણે લૉકડાઉન લાગૂ પાડવામાં આવ્યો. ફ્લાઇટ અને ટ્રેન સર્વિસ બંધ થઈ ગઈ. રામ વૃક્ષ હવે મુંબઇ જઈ શક્યા નહીં. રામ વૃક્ષે યશપાલ શર્મા, મિલિંદ ગુણાજી, રાજપાલ યાદવ, રણદીપ હુડા, સુનીલ શેટ્ટી જેવા મોટા કલાકારોની ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે પણ કામ કર્યું છે. તેમને ફિલ્મોમાં કામ કરવાનો 22 વર્ષનો અનુભવ છે.

આઝમગઢ જિલ્લાના નિઝામાબાદ ગામના ફરહાબાદ નિવાસી રામ વૃક્ષ 2002માં પોતાના મિત્રની મદદથી મુંબઇ આવ્યા હતા. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાને જાળવી રાખવા માટે ઘણી મહેનત કરી. રામ વૃક્ષ પહેલા વીજ વિભાગમાં કામ કર્યું, ત્યારે બાદ ટીવી પ્રૉડક્શનમાં આવ્યા. અનુભવ વધતો ગોય તો નિર્દેશન કરવાની તક મળી. ડિરેક્શનનું કામ રામ વૃક્ષ ગોરને ગમ્યું અને તેમણે આ ક્ષેત્રમાં પોતાનું કરિઅર બનાવવાનો નિર્ણય લીધો. પણ કોરોના મહામારીને કારણે આ ઇન્ડસ્ટ્રીના જાણીતા દિગ્દર્શક આજે પોતાના પરિવારનું પેટ ભરવા માટે લારી પર શાકભાજી વેચી રહ્યા છે.

balika vadhu television news entertainment news indian television