સ્ટાર પ્લસના ગણેશોત્સવમાં પર્ફોમન્સ આપશે દીપિકા ચિખલિયા

21 August, 2020 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ટાર પ્લસના ગણેશોત્સવમાં પર્ફોમન્સ આપશે દીપિકા ચિખલિયા

દીપિકા ચિખલિયા (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવનું મહત્ત્વ કયા સ્તર પર છે એ કહેવાની જરૂર નથી. પરંતુ આ વર્ષે કોરોના વાયરસ (COVID-19) મહામારીને કારણે એક પણ જગ્યાએ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન થવાનું નથી. તો ગણેશ વિર્સજન જેવા કાર્યક્રમો પણ ઘરમેળે જ કરવાના છે. ત્યારે સ્ટાર પ્લસે અનોખા અંદાજમાં ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. 'સ્ટાર પરિવાર ગણેશોત્સવ 2020'ના નામે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં સ્ટાર ગ્રુપ સાથે જોડાયેલા મોટા ભાગના સ્ટાર હાજર રહેશે અને પર્ફોર્મ કરશે. આ કાર્યક્રમમાં સીતા એટલે કે દીપિકા ચિખલિયા (Dipika Chikhlia) પણ પર્ફોમન્સ આપશે.

દીપિકા ચિખલિયાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર 'સ્ટાર પરિવાર ગણેશોત્સવ 2020' કાર્યક્રમનો લુક શૅર કર્યો છે. સાથે જ લખ્યું છે કે, જીવન અને પરિસ્થિતિને જોવાની ઘણી બધી રીતો છે. તેમાંથી એક જ રીત સારું પરિણામ લાવશે. યોગ્ય વલણ સાથે ઉભા રહો અને ગ્રેસથી તમારી જાતને નિયંત્રિત કરો. નીતિશાસ્ત્ર સાથે કામ કરો.

'સ્ટાર પરિવાર ગણેશોત્સવ 2020'માં દીપિકા ચિખલિયાની સાથે રામ એટલે કે અરુણ ગોવિલ પણ પર્ફોમન્સ આપવાના છે. આ કાર્યક્રમનું સંચાલન બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Spnu Sood) કરશે. તે સિવાય હેમા માલિની (Hema Malini),ઈશા દેઓલ (Esha Deol), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) જેવા બૉલીવુડ કલાકારો પણ સામેલ થશે. 'સ્ટાર પરિવાર ગણેશોત્સવ 2020' રવિવારે રાતે આઠ વાગ્યે સ્ટાર પ્લસ આવશે.

'સ્ટાર પરિવાર ગણેશોત્સવ 2020'ની ખાસ વિશેષતા એ છે કે, આ કાર્યક્રમમાં બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને એક સ્પેશ્યલ શ્રદ્ધાંજલી આપવામાં આવશે.

coronavirus covid19 entertainment news indian television television news star plus ganesh chaturthi sonu sood shilpa shetty hema malini esha deol sushant singh rajput