જેઠાલાલ નારાજ છે વેબ સિરીઝથી, કારણ છે આ...

06 November, 2020 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેઠાલાલ નારાજ છે વેબ સિરીઝથી, કારણ છે આ...

ફાઈલ ફોટો

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah)માં જેઠાલાલે (Jethalal)નું પાત્ર ભજવતા દિલીપ જોશી (Dilip Joshi)એ વેબ સિરીઝ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

સ્ટેન્ડઅપ કમેડિયન સૌરભ પંતના યુટ્યુબ પોડકાસ્ટ પર તેમણે કહ્યું કે OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર આપણે અમુક સારું કન્ટેન્ટ જોઈ શકીએ છીએ. અમુક સારા પરફોર્મન્સ જોઈ શકીએ છીએ. પરંતુ તેમાં કારણ વગરના અપશબ્દોનો ઉપયોગ પણ વધારે પડતો હોય છે.

દિલીપ જોશીએ ઉદાહરણ આપતા કહ્યું કે, 'જેમ કે મેં હાલમાં જ 'બંદિશ બેન્ડિટ્સ' જોઈ છે. તે અદભુત છે. તેમાં સુંદર પરફોર્મન્સ અને શંકર-અહેસાન-લોયનું શાનદાર સંગીત છે. પરંતુ તેમાં એક કેરેક્ટર એવું છે જે ગાળો આપવામાં સહજ નથી. આ ખરેખર વિચિત્ર છે. હું નથી જાણતો કે આ પ્રકારના શબ્દોના વપરાશનો કોઈ ક્લોઝ હોય છે કે નહીં? પરંતુ તેના વગર પણ તમે સારું કામ કરી શકો છો. જેમ કે રાજ કપૂર જી, ઋષિકેશ મુખર્જી જી અને શ્યામ બેનેગલ જીએ ક્લાસિક કામ કર્યું છે. તેમને ક્યારેય ન ફીલ થયું કે તેમના કામમાં ગાળોને સામેલ કરવામાં આવે.'

દિલીપ જોશીએ આગળ કહ્યું કે, 'જો તમે સાચે જ હકીકત જોવા ઈચ્છો છો તો પછી તેના નામે લોકોને ટોયલેટ જતા અને નહાતા પણ દેખાડી દો. તમે ઓડિયન્સને શું પીરસો છો? તે મેટર કરે છે. તમે જે જુઓ છો, તે તમારી સાથે રહે છે. શું તમે એવો સમાજ બનાવવા ઈચ્છો છો, જ્યાં લોકો માત્ર ગાળો આપીને વાત કરે છે. દરેક વસ્તુની એક હદ હોય છે. જો કોઈ વસ્તુ હદમાં હોય તો તે એન્જોય કરવા લાયક હોય છે. પરંતુ જો લિમિટ બહાર જાય તો તમારા માટે મુશ્કેલી બની જાય છે.'

તેમણે સવાલ ઉઠાવતા કહ્યું, 'હું સમજી શકું છું કે સમય સાથે બદલવું અને આગળ વધવું જરૂરી છે, પરંતુ શું ગાળો આપવી આગળ વધવું છે? જે પશ્ચિમી દેશોમાં થઇ રહ્યું છે તેને તમે અહીંયા ઈચ્છો છો. પશ્ચિમ પૂર્વની સંસ્કૃતિ તરફ જોઈ રહ્યા છે. આપણા દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ સૌથી જૂની છે. આપણા કલ્ચરમાં ઘણી બધી વસ્તુઓ અદભુત છે. તે જાણ્યા વગર તમે પશ્ચિમને ફોલો કરી રહ્યા છો. તે તેમના કલ્ચરમાં F શબ્દનો ઉપયોગ ઘણો કરે છે. માટે તેમના શો અને કન્ટેન્ટમાં આ અનનેચરલ નથી લાગતું. પણ અહીંયા આવું નથી. શું તમે તમારાં માતાપિતા સાથે આમ વાત કરો છો?

dilip joshi taarak mehta ka ooltah chashmah web series entertainment news