ઑક્ટોબરમાં આ સીરિયલ થશે ઑફ ઍર, છેલ્લું શૂટિંગ કર્યું પૂરું

07 September, 2020 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઑક્ટોબરમાં આ સીરિયલ થશે ઑફ ઍર, છેલ્લું શૂટિંગ કર્યું પૂરું

દીકરી વ્હાલનો દરિયો

દીકરી વ્હાલનો (Dikri vhal no dariyo) દરિયો ધારાવાહિકના પ્રેક્ષકો માટે દુઃખના સમાચાર છે કે તેમની પ્રિય સીરિયલ હવે તેમને ખૂબ જ ઓછા સમય માટે જોવા મળશે. ટેલિવીઝન શૉ દીકરી વ્હાલનો દરિયોમાં રાઘવનું પાત્ર ભજવતાં હિતેશ દવેએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે ધારાવાહિકનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ઑક્ટોબરમાં શૉ ઑફઍર જવાની તૈયારીમાં છે.

કલર્સ ગુજરાતી પરની આ સિરીયલની શરૂઆત 2018માં થઈ હતી. 2020 સુધીમાં આ સીરિયલને મુંબઇ તથા ગુજરાતના પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો. તાજેતરમાં જ સીરિયલે પોતાના 700 એપિસોડ પૂરાં કર્યા હતા. શનિવારે એટલે કે 5 સપ્ટેમ્બરના 2020ના રોજ સીરિયલના છેલ્લા એપિસોડનું શૂટિંગ પણ પૂરું કરી દેવામાં આવ્યું છે. જો કે હજી આ સીરિયલ કલર્સ ગુજરાતી ચેનલ પર એક મહિનો સુધી બતાવવામાં આવશે. આ સીરિયલનો છેલ્લો એપિસોડ ઑક્ટોબર મહિનામાં રિલીઝ કરવામાં આવશે.

સીરિયલની વાત કરીએ તો તાજેતરમાં જ સીરિયલમાં લીપ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ સીરિયલમાં પાત્ર ભજવતી મુખ્ય અભિનેત્રીઓ જેમાં દેવાંશી સોમૈયા (ખૂશ્બુ ભટ્ટ), જિનીતા રાવલ (સેજલ ભટ્ટ), કેમી વાઘેલા, (કિંજલ ભટ્ટ)ની જગ્યાએ હવે નેહા ઉદાનીની પસંદગી સેજલ ભટ્ટના પાત્ર માટે કરવામાં આવી છે જ્યારે કિંજલ ભટ્ટના પાત્ર માટે પરિંદા નાઈની પસંદગી કરવામાં આવી છે. શૉમાં લીપ આવ્યા બાદ સીરિયલે 100 એપિસોડ પૂરાં કરી લીધા છે અને હવે ઑક્ટોબરમાં શૉ ઑફઍર જશે એવી માહિતી શૉમાં રાઘવનું પાત્ર ભજવતા હિતેશ દવેએ આપી છે.

આ સીરિયલની સ્ટોરીની વાત કરીએ તો શૉમાં કિંજલ ભટ્ટનું પાત્ર મુખ્ય છે અને તેની બે બહેનો છે એક મોટી સેજલ ભટ્ટ અને એક નાની ખૂશ્બુ ભટ્ટ આ ત્રણેય બહેનોના પિતા ચાની દુકાન ચલાવે છે જે તેમના પરિવારની ઇચ્છા નથી. અને પરિવાર તેમની આ ચાની દુકાન ચલાવવાની વિરુદ્ધ છે. આમ ધીમે ધીમે સ્ટોરી આગળ વધે છે. આમ સીરિયલમાં અનેક પાત્રો છે જે શૉમાં દર્શકોને આકર્ષવાનું કામ કરે છે. પણ હવે આ શૉ ટૂંક સમયમાં જ ઑફઍર થશે એવી માહિતી મળી છે.

television news colors tv