Salman Khan એ જાહેર કરી પોતાના લગ્નની તારીખ, જુઓ વીડિયો

10 July, 2019 11:31 AM IST  |  મુંબઈ

Salman Khan એ જાહેર કરી પોતાના લગ્નની તારીખ, જુઓ વીડિયો

સલમાન ખાન (File Photo)

ડાન્સ રિયાલિટી શો નચ બલિયે સિઝન 9ને લઈ દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. અને આ શોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. શો શરૂ થતા પહેલા સતત શો સાથે જોડાયેલા જુદા જુદા સમાચાર આવી રહ્યા છે. આ પહેલા અમે તમને જણાવ્યું હતું કે આ વખતે શોમાં પૂર્વ જોડીઓ અને હાલની જોડી વચ્ચે ટ્રોફી જીતવા માટે જબરજસ્ત ટક્કર થશે. ત્યારે પ્રોડ્યુસર સલમાન ખાન પણ શોના પ્રચારમાં કોઈ કસર નથી છોડી રહ્યા. તાજેતરમાં જ નચ બલિયેના સેટ પરથી સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે પોતાના લગ્ન અને ગર્લ ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાઈરલ થયો છે, કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો નચ બલિયે સિઝન 9નાા સેટ પરથી લીક થયો છે. આ વીડિયોમાં સલમાન કહી રહ્યા છે કે,'સલમાન ખાને કરી દીધી પોતાના લગ્નની તારીખ જાહેર.... લગ્નના સવાલ પર ફરી રિપોર્ટર પર ભડક્યા સલમાન ખાન. શું સલમાનની આગામી ફિલ્મ છે તેમની એક્સ સાથે ? કોણ છે એ બદનસીબ જે છે સલમાનનો સાચો પ્રેમ ? આ તમામ સવાલોના કોઈ જવાબ નથી. વિચારી રહ્યું છે કે આ તમામ સવાલોના જવાબ આપી દઉં.'

અહીં જુઓ વીડિયો

હકીકતમાં વીડિયોમાં સલમાન ખાન એ તમામ સવાલોનો ઉલ્લેખ ખરી રહ્યા છે, જે વારંવાર તેમને પૂછવામાં આવે છે. વીડિયોમાં તે કહે છે કે આ તમામ સવાલોના જવાબ તે આપી જ દેશે. તો આ વીડિયો વાઈરલ થયા બાદ ક્યાસ લગાવાઈ રહ્યા છે કે નચ બલિયેની આ સિઝનમાં સલમાન આ સવાલોના જવાબ આપી દેશે.

ઉલ્લેખનીય છે કે આ શો વિશે એક ચર્ચા એવી પણ છે કે શોના પ્રમોશન માટે આગામી સપ્તાહથી ત્રણ જોડીઓ આલિશાન લિમોઝિન કારમાં બેસીને મુંબઈની જુદી જુદી ક્લબોમં જશે. પહેલી વખત સલમાન ખાન નચ બલિયે શૉને પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેમણે ટીમને સ્પષ્ટ કહી રાખ્યું છે કે બધું જ લાર્જર ધેન લાઈફ હોવું જોઈએ. આ શોમાં જજ તરીકે રવીના ટંડન, અલી અબ્બાસ ઝફર દેખાવાના છે. જ્યારે સ્પર્ધકોમાં અનતિા હસનંદાની, ઉર્વશી ધોળકિયા અને વિશાલ આદિત્યસિંહના નામ સામે આવી ચૂક્યા છે.

nach baliye 6 television news Salman Khan