‘ધૂમ’ના ડિરેક્ટર સંજય ગઢવી ઝીફાઇવ માટે બનાવશે ફિલ્મ

09 December, 2019 11:47 AM IST  |  Mumbai

‘ધૂમ’ના ડિરેક્ટર સંજય ગઢવી ઝીફાઇવ માટે બનાવશે ફિલ્મ

અમિત સાધ

૨૦૦૪ અને ૨૦૦૬માં આવેલી યશરાજ પ્રોડક્શનની અનુક્રમે ‘ધૂમ’ અને ‘ધૂમ 2’ના ડિરેક્ટર સંજય ગઢવીએ ત્યાર પછી ‘કિડનૅપ’ અને ‘અજબ ગજબ લવ’ નામની ફિલ્મો કરી અને ત્યાર પછી સદંતર ગાયબ થઈ ગયા. હવે તેઓ ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ ઝીફાઇવ માટે ઓરિજિનલ ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે ‘ઑપરેશન પરિંદે.’
‘ઑપરેશન પરિંદે’માં ભારતના ઇતિહાસના સૌથી ચર્ચાસ્પદ બનેલા કાલ્પનિક જેલ-બ્રેકિંગની વાત હશે જેમાં એસપી અભિનવ માથુર તરીકે અભિનેતા અમિત સાધ, મૉન્ટી સિંહ તરીકે રાહુલ દેવ તથા કર્તારના પાત્રમાં અમિત ગોર જોવા મળશે. ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ ધરાવતી આ ફિલ્મનું જોનર ઍક્શન-પૅક્ડ થ્રિલરનું લાગી રહ્યું છે. અમિત સાધ, રાહુલ દેવ અને અમિત ગોર ઉપરાંત અભિનેતા કુણાલ કુમાર, આકાશ દૈયા અને રુધા ઈમાનકર પણ મહત્ત્વનાં પાત્રોમાં છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં શરૂ થયું છે અને હવે એ પંજાબના ભટિંડા અને મુંબઈમાં થવાનું છે. ૭ વર્ષ ફિલ્મ-મેકિંગથી દૂર રહેલા સંજય ગઢવીનું આ ડિજિટલ-ડેબ્યુ કેવું રહે છે એ જોવું રહ્યું.

zee tv dhoom amit sadh