બિગ બોસની કન્ટેસ્ટન્ટ દેવોલીનાના રસોઈયાનો કોરોના પોઝેટિવ

07 May, 2020 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિગ બોસની કન્ટેસ્ટન્ટ દેવોલીનાના રસોઈયાનો કોરોના પોઝેટિવ

દેવોલીના ભટ્ટાચાર્જી

કોરોના વાયરસ (COVID-19)ને લીધે વધુ એક ટીવી સેલિબ્રિટીની બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ બીગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ દેવોલીના ભટ્ટાચાર્જી છે. દેવોલીનાના રસોઈયાઓનો કોરોનાનો રીપોર્ટ પોઝેટીવ આવતા તેને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. એટલું જ નહીં આખી બિલ્ડિંગ પણ સીલ કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગમાં અન્ય સેલેબ્ઝ પણ રહે છે.

એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં દેવોલીના ભટ્ટાચાર્જીએ કહ્યું હતું કે, અમારી બિલ્ડિંગમાં એક રસોઈયાનો કોરોના પોઝેટીવ આવતા બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી છે. આ રસોઈયો અન્ય ઘરોની સાથે સાથે દેવોલીનાના ઘરમાં પણ કામ કરતો હતો. હવે અભીનેત્રીને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવી છે.

દેવોલીના માતા અને ભાઈ સાથે ગોરેગાવ પુર્વમાં રહે છે. પરંતુ લૉકડાઉનને લીધે તેનો પરિવાર આસામમાં ફસાઈ ગયો છે. દેવોલીના 'સાથ નિભાના સાથિયા' સિરિયલથી ઘર ઘરમાં જાણીતું નામ બની હતી. તે છેલ્લે બીગ બોસ 13માં જોવા મળી હતી. પરંતુ પીઠના દુખાવાની ગંભીર સમસ્યાને કારણે તેને શો અડધેથી છોડી દેવો પડયો હતો.

આ પહેલા 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' ફેમ પિંકૂ ઉર્ફ અઝહર શેખની બિલ્ડિંગમાં 45 વર્ષની એક વ્યક્તિનો રીપોર્ટ પોઝેટીવ આવતા આખી બિલ્ડિંગ સીલ કરવામાં આવી હતી.

coronavirus covid19 entertainment news indian television television news devoleena bhattacharjee Bigg Boss 13