‘તારક મહેતા’ સીરિલયમાં દયાભાભીના ઘરમાં આમની થઇ રહી છે એન્ટ્રી

13 December, 2019 05:06 PM IST  |  Mumbai

‘તારક મહેતા’ સીરિલયમાં દયાભાભીના ઘરમાં આમની થઇ રહી છે એન્ટ્રી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી જોવા મળતી નથી. દિશા વાકાણી સિરિયલમાં ક્યારે આવશે, તે નક્કી નથી. પણ હાલ સીરિયલના મેકર્સ પોતાના તમામ પ્રયાસો કરી રહ્યા છે તે દિશા વાકાણી શોમાં પરત ફરે. જોકે હવે દયાભાભીને લઇને એક નવી અપડેટ આવી રહી છે. તારક મહેતા સીરિયલમાં હવે દયાભાભીના પરીવારમાંથી શોમાં એન્ટ્રી લઇ રહ્યા છે.

તારક મહેતા સીરિલયમાં હાલ દયાભાભીના કમબેકને લઇને ચર્ચા થઇ રહી છે. પણ હાલ શોના મેકર્સ દિશા વાકાણીને બદલે તેના માતાને શોમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શો શરૂ થયો ત્યારથી દયાભાભીના માતાનો અવાજ જ સાંભળવા મળ્યો છે. કોઇએ હજુ સુધી જોયા નથી. ત્યારે શોના મેકર્સ હવે નવો ટ્વીસ્ટ લાવવા માટે આ તમામ પ્રયત્નો કરી રહ્યા છે.




હાલ શોમાં ચંપકલાલ હજુ સુધી પોતાના ઘરે નથી પહોંચ્યા
અપકમિંગ એપિસોડમાં બતાવવામાં આવશે કે જેઠાલાલના પિતા ચંપકલાલ છેલ્લાં કેટલાંય સમયથી ગુમ છે. જેઠાલાલ પિતાને શોધીને થાકી જાય છે અને લાચારી અનુભવે છે. ચંપકલાલ પાસે ચશ્મા પણ નથી અને તેને કારણે તેમને દેખાતુ નથી. તેઓ જ્યારે પણ મદદ માગતા હોય છે ત્યારે એક નવી જ મુસીબતમાં ફસાઈ જાય છે. આ સમય દરમિયાન ચંપકલાલને એક વ્યક્તિ મદદ કરે છે અને તેને ગોકુલધામ અંગે ખબર હોય છે. જોકે, તે વ્યક્તિ ઓછું સાંભળતો હોય છે અને તે ભૂલથી ચંપકલાલને થાને સ્થિત ગોકુલધામ સોસાયટીવાળી બસમાં બેસાડી દે છે.


જાણો, દયાભાભીના શોમાં દેખાવાનું શું બનશે..?
આ સમય દરમિયાન જેઠાલાલ ગોકુલધામ સોસાયટીના સભ્યો સાથે ચંપકલાલનો મિસિંગ રિપોર્ટ લખાવવા માટે પોલીસ સ્ટેશન જાય છે. જેઠાલાલ પોતાની સાસુને ફોન કરીને પિતાને કેવી રીતે શોધવા તે અંગેની સલાહ માગે છે. દયાભાભીની માતા પોતાના જમાઈને મદદ કરે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે મેકર્સ આ વખતે દયાભાભીની માતાનો ચહેરો બતાવે છે કે પછી દર વખતની જેમ બેકગ્રાઉન્ડમાં જ તેમનો અવાજ સાંભળવા મળે છે.

આ પણ જુઓ : આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

શોમાંછેલ્લાં બે વર્ષથી દિશા વાકાણી જોવા મળી નથી
દિશા સપ્ટેમ્બર, 2017મા મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર, 2017મા દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. બે વર્ષથી ચાહકો તથા મેકર્સ દિશા વાકાણી શોમાં પરત ફરે તેની રાહ જોતા હતાં. ચર્ચા હતી કે દિશાના પતિ મયુરે દિવસના માત્ર 6 કલાક અને મહિનામાં 15 દિવસ જ કામ કરવાની શરત મૂકી હતી. તેમાં પણ નાઈટ શિફ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મેકર્સે આ વાત સ્વીકારી લીધી છે.

indian television television news taarak mehta ka ooltah chashmah dilip joshi