25 April, 2023 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને મળ્યા ‘બેહતરીન તેરહ’
ડાન્સ રિયલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની સીઝન ૩ માટેના ૧૩ સ્પર્ધકોને ફાઇનલ કરવામાં આવ્યા છે. આ સ્પર્ધકોને ‘બેહતરીન તેરહ’ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. સોની ટીવી પર આવી રહેલા આ શોને સોનાલી બેન્દ્રે, ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ જજ કરી રહ્યાં છે. આ શોમાં મધ્ય પ્રદેશનો અક્ષય પાલ, પશ્ચિમ બંગાળનાં નોર્બુ તમાંગ અને સુશ્મિતા તમાંગ, ઉત્તર પ્રદેશની હંસવી ટોન્ક, પશ્ચિમ બંગાળની બૂગી એલએલબી, મહારાષ્ટ્રનો સમર્પણ લામા, મહારાષ્ટ્રનો શિવમ વાનખેડે, દિલ્હીનો વિપુલ ખંડપાલ, અનિકેત ચૌહાણ તેમ જ અંજલિ મામગાઈ, મધ્ય પ્રદેશનો શિવાંશુ સોની, મહારાષ્ટ્રની અપીક્ષા લોન્ધે અને પંજાબના રામ બિસ્ટનો સમાવેશ થાય છે. આ શો વીક-એન્ડમાં શરૂ થવા જઈ રહ્યો છે.