ક્રૅકડાઉન એક નવો ટ્રેન્ડ શરૂ કરશે

24 September, 2020 01:20 PM IST  |  Rajkot | Rashmin Shah

ક્રૅકડાઉન એક નવો ટ્રેન્ડ શરૂ કરશે

ક્રૅકડાઉન એક નવો ટ્રેન્ડ શરૂ કરશે

અનેક ફિલ્મો બનાવી ચૂકેલા અપૂર્વ લાખિયાની પહેલી વેબ-સિરીઝ ‘ક્રૅકડાઉન’ ગઈ કાલે વૂટ સિલેક્ટ પર રિલીઝ થઈ. અપૂર્વનું માનવું છે કે આ વેબ-સિરીઝથી એક નવો ટ્રેન્ડ શરૂ થશે. અપૂર્વએ કહ્યું હતું, ‘ઍક્શન વેબ-સિરીઝ આપણે ત્યાં હજી પણ ઓછી બને છે. ‘ક્રૅકડાઉન’ ઍક્શન વેબ-સિરીઝ છે. આ પ્રકારની ઍક્શન ઇન્ડિયન વેબ-સિરીઝમાં પહેલી વાર જોવા મળશે એ હું ગૅરન્ટી સાથે કહું છું. વેબ-સિરીઝ સીક્રેટ એજન્ટની લાઇફ પર આધારિત છે.’
‘ક્રૅકડાઉન’ એક એવા સીક્રેટ એજન્ટની વાત કરે છે જેણે પોતાની જાતને ખુલ્લી કર્યા વિના દેશની રક્ષા કરવાની છે અને આ કામમાં અનેક લોકો તેની સાથે જોડાય છે તો સામે પક્ષે અનેક લોકો એવા પણ છે જે તેને આ કામ કરતાં રોકે છે. અપૂર્વ કહે છે, ‘મિશન શું છે એની ખબર નથી એવા સમયે બધું ક્રૅક કરતાં-કરતાં દેશને બચાવવાની પ્રક્રિયા વેબ- સિરીઝમાં દેખાડવામાં આવી છે.’
‘ક્રૅકડાઉન’માં સાકિબ સલીમ, ઇકબાલ ખાન, શ્રિયા પીલગાંવકર, રાજેશ તેલંગ, અંકુર ભાટિયા અને સબા સૌદાગર લીડ સ્ટાર છે.

Rashmin Shah entertainment news television news