એકતા કપૂરની નાગિન પણ કોરોનાના સંકટથી સાવધાન!

17 March, 2020 04:45 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

એકતા કપૂરની નાગિન પણ કોરોનાના સંકટથી સાવધાન!

‘નાગિન 4’

કોરોના વાઇરસને પગલે મનોરંજન ઉદ્યોગમાં ૧૯ માર્ચથી ૩૧ માર્ચ સુધી દરેક પ્રકારનું શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. મોટા ભાગના કલાકારો માસ્ક સાથેનો ફોટો મૂકીને લોકોને સાવધ રહેવાની અપીલ કરી રહ્યા છે. તો વર્તમાનમાં ચાલતા કામ વચ્ચે પણ સાવધાની બાબતે કોઈ બાંધછોડ કરવા નથી માગતું અને એથી જ મેકર્સ પોતાના કાસ્ટ અને ક્રૂ માટે હેલ્થ ચેકઅપની સુવિધા રાખી રહ્યા છે. કલર્સ ટીવીના ફૅન્ટસી થ્રિલર શો ‘નાગિન 4’ના સેટ પર કલાકારો અને ક્રૂ-મેમ્બર્સની હેલ્થ કન્ડિશન જાણવા માટે ચેકઅપ કરવામાં આવ્યું હતું. શોનો લીડ કલાકાર વિજયેન્દ્ર કુમેરિયા ચેકઅપ માટે ઊભો છે એ ફોટો પણ વાઇરલ થયો હતો. બાલાજી ટેલિફિલ્મ્સ નિર્મિત ‘નાગિન 4’માં જાસ્મિન ભસીન અને સાયંતની ઘોષની એક્ઝિટ બાદ હવે ‘બિગ બૉસ’ ફેમ રશ્મિ દેસાઈની એન્ટ્રી થવાની છે. રશ્મિ શલાકા તરીકે જોવા મળશે અને આગળના ટ્રૅક મુજબ શલાકા દેવ પરીખ (વિજયેન્દ્ર કુમેરિયા)ને પરણવાની છે.

naagin nia sharma rashami desai television news