એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ માટે સોની ચૅનલે કરી દસ કરોડની મદદ

07 April, 2020 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ માટે સોની ચૅનલે કરી દસ કરોડની મદદ

સોની પિક્ચર્સ નેટવર્ક્સ

સોની પિક્ચર્સ નેટવર્ક્સ દ્વારા મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા રોજિંદા વર્કર માટે દસ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી છે. સોની નેટવર્કના દરેક શોમાં કામ કરનાર ડેઇલી વર્કર્સ માટે એક મહિનાની સૅલરી આપવાનું નક્કી કર્યું છે. આ સાથે જ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા પચાસ હજાર ડેઇલી વર્કર્સ માટે જીવન જરૂરિયાતની સામગ્રી અને ગ્રોસરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦ માર્ચથી શૂટિંગ બંધ થઈ ગયું હોવાથી એન્ટરટેઇનમેન્ટ ઇન્સ્ટ્રીમાં અનએમ્પ્લૉયમેન્ટનું પ્રમાણ વધી ગયું છે. કૅમેરામેન, સ્પૉટબૉય, લાઇટમેન અને અન્ય કર્મચારીઓ માટે તેમના પરિવારનું ભરણપોષણ કરવું ભારે પડી ગયું છે. આથી આ કપરી પરિસ્થિતિમાં તેમની દેખભાળ કરવા માટે સોની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઝરીના અને રૉની સ્ક્રૂવાલાના ‘સ્વદેસ કોવિડ ફન્ડ’માં તેમણે દસમાંથી એક કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. ‘સ્વદેસ કોવિડ ફન્ડ’ મહારાષ્ટ્રના મુંબઈ, રાયગઢ અને નાશિકમાં મેડિકલ ઇક્વિપમેન્ટની સાથે દવાની મદદ પણ કરે છે. આ સાથે જ સોની નેટવર્કે તેમની ચૅનલ સોની પલનું ભાડું પણ બે મહિના માટે કાઢી નાખ્યું છે. આથી યુઝર્સ બે મહિના માટે આ ચૅનલને ફ્રીમાં જોઈ શકશે.`

sony entertainment television television news tv show