Coronavirus Lockdown: રામાયણ, મહાભારત સાથે આવી રહ્યા છે આ બે શૉ

28 March, 2020 12:41 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Lockdown: રામાયણ, મહાભારત સાથે આવી રહ્યા છે આ બે શૉ

ડીડી ચેનલ પર આ બે શૉનું પણ થશે પ્રસારણ

Coronavirus Covid 19 આઉટબ્રેત નિયંત્રિત કરવા માટે દેશભરમાં લૉકડાઉન જાહેર છે. આ લૉકડાઉનમાં લોકોને ઘરમાં જ રહેવું જરૂરી છે. ખૂબ જ આવશ્યક ન હોય તો ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ પ્રયત્નો સાથે સરકારે 80ના દાયકાના કેટલાક શૉઝ ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે, જે શૉઝએ પ્રજાના માોટા ભાગને પ્રભાવિત કર્યા હતા. આ શૉઝ જે ચેનલ પર આવશે, તેના પ્રસારણ પણ અનિવાર્ય કરવામાં આવ્યા છે.

હકીકતે, આ સલાહ સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી કે લૉકડાઉનના આ પીરિયડમાં સરકારે રામાયણ જેવા શૉઝ ફરીથી ટેલિકાસ્ટ કરવા જોઇએ. આ સલાહ પર અમલ કરતાં ભારત સરકારે સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે રામાયણના પ્રસારણની જાહેરાત કરી છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા દ્વારા મહાભારતના પ્રસારણની પણ માગ કરવામાં આવી તો આ શૉ પણ ફરી પ્રસારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને સતત આ નિર્ણયોની માહિતી આપી હતી. બન્ને શૉ આજથી શરૂ કરવામાં આવ્યા છે. જાવડેકરને સવારે ટ્વીટ કરીને આ બાબત યાદ પણ અપાવી. 'રામાયણ' ડીડી નેશનલ પર સવારે 9 વાગ્યે અને રાતે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવે છે, તો મહાભારતનું પ્રસારણ ડીડી ભારતી પર બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યા થશે.

>

આ બે અપિક ધારાવાહિકોના પ્રસારણને ઘ્યાનમાં રાખીને મંત્રીલયે ડીડી નેશનલ અને ડીડી ભારતીના પ્રસારણને અનિવાર્ય કર્યા છે. જાવડેકરે ટ્વીટ કરીને આ વાતની માહિતી આપતાં લખ્યું છે કે, "બધાં કેબલ ઑપરેટરો માટે ડીડીની બન્ને ચેનલ બતાવવી અનિવાર્ય છે. દો તમારા વિસ્તારમાં આ ચેનલ નથી આવતી, તો તમારા કેબલ ઑપરેટર પાસે ફરિયાદ નોંધાવો."

રામાયણ અને મહાભારત સિવાય તે સમયના વધુ બે શૉ ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક છે બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો ટીવી શૉ સર્કસ. 1989ની આ ટીવી સીરીઝ ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને શાહરુખ ખાનને ફેમસ બનાવવામાં આ સીરીઝનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું. સર્કસનું પ્રસારણ ડીડી નેશનલ પર રાતે 8 વાગ્યે કરવામાં આવશે.

બીજો કલ્ટ શૉ છે રજિત કપૂરનો બ્યોમકેશ બખ્શી, જેનું પ્રસારણ ડીડી નેશનલ પર સવારે 11 વાગ્યે કરવામાં આવશે. આ સીરીઝનું પ્રસારણ સૌથી પહેલા દૂરદર્શન પર 1993-1997 સુધી કરવામાં આવ્યું હતું.

લૉકડાઉનમાં આ ચારેય શૉઝનું શરૂ થવું તે લોકો માટે ખૂબ જ નોસ્ટાલજિક રહેશે. જે 40નો પડાવ પાર કરી ચૂક્યા છે, કારણકે આ શૉઝ તેમના બાળપણની સ્મૃતિઓ તાજી કરી દેશે. જો કે, ડિજિટલ ઇન્ડિયાના આ સમયમાં પહેલા જેવા દર્શકો મેળવવા સરળ નહીં હોય, કારણકે આ બધાં જ શૉઝ ઑનલાઇન પણ અવેલેબલ છે.

television news indian television prakash javadekar entertainment news coronavirus covid19