હોસ્ટેજિસ હવે સ્ટારપ્લસ પર

30 March, 2020 05:13 PM IST  |  Mumbai Desk

હોસ્ટેજિસ હવે સ્ટારપ્લસ પર

રોનિત રોય, ટિસ્કા ચોપરા, મોહન કપૂર, દલીપ તાહિલ જેવા દિગ્ગજ કલાકારોની વેબ સિરીઝ ‘હોસ્ટેજિસ’ ઓલરેડી હોટસ્ટાર પર રીલિઝ થઈ ગઈ છે પણ કોરોના વેકેશન વચ્ચે સ્ટાર ગ્રુપ દ્વારા આ વેબ સિરીઝ સ્ટાર પ્લસ પર ઓન-એર કરવામાં આવી રહી છે. કોરોનાને કારણે અત્યારે શૂટિંગ બંધ હોવાથી નવા એપિસોડ શક્ય નથી. એવા સમયે ઘરમાં રહેલાં ઓડિયન્સને નવું મનોરંજન મળી રહે એ માટે દિગ્દર્શક સુધીર મિશ્રાની ‘હોસ્ટેજિસ’ લાવવામાં આવી છે.

‘હોસ્ટેજિસ’ એક એવી લેડી ડોક્ટરની કથા છે જેના પરિવારના તમામ સભ્યોને હોસ્ટેજ બનાવી દેવામાં આવ્યા છે. લેડી ડોક્ટરની સામે શરત મૂકવામાં આવી છે કે એ જે મિનિસ્ટરનું ઓપરેશન કરવાની છે એનું ઓપરેશન થિએટરમાં મર્ડર કરી નાખે. પોતાની સામે આવેલા આ ધર્મસંકટનો સામનો ડોક્ટર કેવી રીતે કરે છે અને તેના આ ધર્મસંકટમાં કોણ મદદરૂપ બને છે એની વાત ‘હોસ્ટેજિસ’માં કહેવામાં આવી છે.

star plus coronavirus covid19 television news