કપિલ શર્મા સાથે કામ કરવા માટે 9 મહિના રાહ જોઈ હતી ભારતી સિંહે

28 December, 2018 08:02 AM IST  | 

કપિલ શર્મા સાથે કામ કરવા માટે 9 મહિના રાહ જોઈ હતી ભારતી સિંહે

કપિલ શર્મા સાથે ભારતી સિંહ

ભારતી સિંહે તાજેતરમાં જ જણાવ્યું હતું કે કપિલ શર્મા સાથે કામ કરવા માટે તેણે આઠથી નવ મહિના રાહ જોઈ હતી. ‘ધ કપિલ શર્મા શો’ 29 ડિસેમ્બરે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર શરૂ થઈ રહ્યો છે. આ શોમાં ભારતી સિંહ, ચંદન અને કિકુ શારદા લોકોને હસાવતાં જોવા મળશે. કપિલ સાથેની પોતાની ભાવના વ્યક્ત કરતાં ભારતી સિંહે કહ્યું હતું કે ‘દર્શકો કરતાં તો મારા માટે આ સમયગાળો ખૂબ મોટો હતો, કારણ કે જ્યારે કપિલના શોને લઈને અફવા વહેતી થઈ હતી ત્યારે મેં કપિલને ફોન કર્યો હતો અને તેને ખાતરી આપી હતી કે દુનિયા જે પણ કહે, પરંતુ અમે તને સારી રીતે ઓળખીએ છીએ. મેં તેને કહ્યું હતું કે મારે તારી સાથે કામ કરવું છે. તેણે કહ્યું હતું કે હા ભારતી, હું જ્યારે પણ પાછો આવીશ ત્યારે હું તારી અને કૃષ્ણા સાથે કામ કરીશ. અમારી વચ્ચે આ વાતચીત આઠથી નવ મહિના પહેલાં થઈ હતી. જોકે એ દરમ્યાન મને એવું પણ લાગતું હતું કે કદાચ તે શો ન પણ બનાવે અને મને અન્ય શોઝની ઑફર્સ મળવા લાગી હતી. પરંતુ મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તે મને ન કહે કે તે કોઈ શો નહીં બનાવે અને હું અન્ય શોમાં કામ કરવા લાગું ત્યાં સુધી હું રાહ જોઈશ. હવે ઇન્તેજારી પૂરી થઈ ગઈ છે અને 29 ડિસેમ્બરે આ શો શરૂ થઈ રહ્યો છે.’

the kapil sharma show television news entertaintment