એ બધી રાવણ બનવાની પ્રૅક્ટિસ હતી

14 October, 2019 11:02 AM IST  |  મુંબઈ

એ બધી રાવણ બનવાની પ્રૅક્ટિસ હતી

ચેતન હંસરાજ

સ્ટાર ભારત પર આવતી ‘રાધાકૃષ્ણ’ સિરિયલ જો અત્યારે તમે જોતા હો તો તમને ખબર હશે કે એમાં અત્યારે વિષ્ણુના ૭ અવતારની વાત કહેવામાં આવી રહી છે. વિષ્ણુના ૭ અવતાર પૈકીનો એક અવતાર મર્યાદાપુરુષોત્તમ રામ છે. આ રામનું કૅરૅક્ટર ‘રાધાકૃષ્ણ’નું કરતા સુમેધ મુદગલકર કરે છે, જ્યારે રામ સામે લંકાપતિ રાવણનું કૅરૅક્ટર ટીવી-સ્ટાર ચેતન હંસરાજ કરે છે. ચેતન હંસરાજે અનેક સિરિયલમાં નેગેટિવ કૅરૅક્ટર કર્યાં છે અને એ તમામ કૅરૅક્ટરની તૈયારી રાવણના આ પાત્રમાં લેખે લાગી છે એવું ચેતનનું માનવું છે. ચેતન હંસરાજે કહ્યું હતું કે ‘મને લાગે છે કે મારા નસીબમાં રાવણ બનવાનું લખ્યું હશે એટલે ઈશ્વરે અગાઉ બીજાં નેગેટિવ કૅરૅક્ટર કરાવીને રાવણ બનવાની પ્રૅક્ટિસ કરાવી દીધી. રાવણ અને મારામાં કેટલુક સામ્ય છે. એ મહાદેવનો પરમભક્ત હતો અને હું પણ મહાદેવમાં અખૂટ શ્રદ્ધા ધરાવું છું. શાસ્ત્રોનું તેને પુષ્કળ જ્ઞાન હતું, મને પણ પુરાણ વાંચવાનું ગમે છે. રાવણને તેનો અહંકાર નડી ગયો. જો અહંકાર ન રાખ્યો હોત તો રાવણ સદીનો શ્રેષ્ઠ રાજવી પુરવાર થયો હોત.’

ચેતન હંસરાજને રાવણનું કૅરૅક્ટર ઑફર થયું એની આગલી રાતે ચેતનને સપનું આવ્યું હતું કે તે રાવણનું પાત્ર ભજવી રહ્યો છે અને બીજી સવારે પ્રોડક્શન-હાઉસમાંથી તેને આ કૅરૅક્ટર માટે ઑફર આવી. ચેતન આને પણ ઈશ્વરની કૃપા જ માને છે.

entertaintment tv show