Bigg Boss 10નો વિનર શા માટે કરી રહ્યો છે ખેતી?

06 November, 2020 09:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bigg Boss 10નો વિનર શા માટે કરી રહ્યો છે ખેતી?

તસવીર સૌજન્યઃ મનવિર ગુર્જરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

Bigg Boss 10માં મનવિર ગુર્જર શોનો વિજેતા બન્યો હતો. આટલા વર્ષો બાદ પણ કોઈને કોઈ કારણોસર તે ચર્ચામાં રહે છે. ત્યારે હવે મનવીરનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તે કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે.

મનવીરે હાલમાં જ તેના ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે તે ખેતરમાં ખેતીકામ કરી રહ્યો છે. પાવડો લઈને તે કામ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે આરામ માટે કેટલીક સેકન્ડ કામ બંધ પણ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે એકદમ સાદા લૂકમાં જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે હવે સેલિબ્રીટી દેખાતો નતી. તેણે પોતાનો લૂક એકદમ બલદી નાંખ્યો છે અને હવે લાંબી દાઢી અનેવ મૂછ જોવા મળી રહી નથી. તેનો વજન પણ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. હવે આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. લોકો વિચારમાં પડી ગયા છે કે બિગ બોસનો વિનર થઈને ખેતી કેમ કરે છે.

bigg boss 10 manveer gujjar instagram viral videos