એ મહિલાએ ઑડિશન માટે શિવ ઠાકરેને રાતે ૧૧ વાગ્યે કેમ બોલાવ્યો હતો?

31 March, 2023 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે હાલમાં જ અંદાજે ૩૦ લાખની આલીશાન કાર ખરીદી છે અને એક રેસ્ટોરાં પણ શરૂ કરી છે

શિવ ઠાકરે

‘બિગ બૉસ 16’માં જોવા મળેલા શિવ ઠાકરેએ જણાવ્યું કે એક મહિલાએ ઑડિશન માટે તેને રાતે ૧૧ વાગ્યે બોલાવ્યો હતો. શિવ ઠાકરે અત્યારે ખૂબ જાણીતો બની ગયો છે. તેના ફૅન્સ તેની પાછળ પાગલ છે. ‘બિગ બૉસ’ બાદ હવે તેને ઘણીબધી ઑફર્સ આવે છે. તેણે હાલમાં જ અંદાજે ૩૦ લાખની આલીશાન કાર ખરીદી છે અને એક રેસ્ટોરાં પણ શરૂ કરી છે. કરીઅરની શરૂઆતના દિવસોમાં પોતાને થયેલા અનુભવ વિશે શિવ ઠાકરેએ કહ્યું કે ‘હું એક વખત ઑડિશન માટે ગયો હતો અને તે મને બાથરૂમમાં લઈ ગયો હતો અને કહ્યું કે ‘યહાં પે મસાજ સેન્ટર હૈ.’ મને એ વખતે ઑડિશન અને મસાજ સેન્ટરનું કનેક્શન સમજમાં આવ્યું નહીં. તેણે મને કહ્યું કે ‘એક બાર આપ આઓ યહાં ઑડિશન કે બાદ. આપ વર્કઆઉટ ભી કરતે હો.’ હું ત્યાંથી નીકળી ગયો. તે કાસ્ટિંગ ડિરેક્ટર હોવાથી હું કોઈ પંગો લેવા નહોતો માગતો. કાસ્ટિંગ કાઉચની વાત આવે ત્યારે પુરુષો અને મહિલાઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી હોતો.’

આ પણ વાંચો: અંકિત ગુપ્તાને પણ થયો હતો કાસ્ટિંગ કાઉચનો અનુભવ

એક મહિલા સાથે પણ અસહજ અનુભવ થયો હોવાનું જણાવતાં શિવ ઠાકરેએ કહ્યું કે ‘ચાર બંગલોમાં એક મૅડમ હતાં. તેણે મને કહ્યું કે ‘મૈંને ઇસકો બનાયા હૈ, મૈંને ઉસકો બનાયા હૈ.’ તેણે મને રાતે ૧૧ વાગ્યે ઑડિશન માટે બોલાવ્યો હતો. એટલો ભોળો પણ નથી હું કે એ ન સમજી શકું કે રાતે કેવું ઑડિશન થાય છે. એથી મેં તેને જણાવ્યું કે મને હમણાં કામ છે એથી નહીં આવી શકું. તો તેણે મને કહ્યું કે ‘શું તને ઇન્ડસ્ટ્રીમાં કામ નથી કરવું?’ આવી વાતો કરીને તેઓ તમારું મનોબળ ભાંગે છે અને તમારું શોષણ કરે છે. જોકે મેં એની પરવા ન કરી.’

entertainment news indian television television news Bigg Boss