સુંબુલ અને અર્ચના વચ્ચે થઈ મારામારી

07 November, 2022 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બૉસ’ સોમવારથી શુક્રવારે રાતે ૧૦ વાગ્યે અને શનિ-રવિવારે કલર્સ પર રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે.

સુંબુલ તૌકિર ખાન અને અર્ચના ગૌતમ

‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનના ઘરમાં સુંબુલ તૌકિર ખાન અને અર્ચના ગૌતમ વચ્ચે મારામારી થઈ છે. બન્ને વચ્ચે શાલીન ભનોતને લઈને મુદ્દો ગરમાયો હતો. હાલમાં અબ્દુ રોઝિક કૅપ્ટન છે. એવામાં અર્ચના અબ્દુની વાત માનવા તૈયાર નથી. એવું લાગે છે કે તે વિવાદને ઉપસાવી રહી છે. ‘બિગ બૉસ’ સોમવારથી શુક્રવારે રાતે ૧૦ વાગ્યે અને શનિ-રવિવારે કલર્સ પર રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. વાત કરીએ સુંબુલ અને અર્ચનાના ઝઘડાની, તો અર્ચનાએ સુંબુલને જણાવ્યું કે તે શાલીનથી દૂર રહેવાની તેના પિતાની સલાહ કેમ નથી માની રહી? તો સુંબુલ રોષે ભરાઈને અર્ચનાને વારંવાર કહે છે કે આ વાતમાં મારા પિતાને વચ્ચે ન લાવવામાં આવે. સુંબુલ એટલી તો ગુસ્સામાં આવી ગઈ હતી કે તે તેના બેડ પર કૂદીને તેની સાથે મારામારી કરવા માંડી હતી. એ અગાઉ સુંબુલ કહે છે કે ‘હું ઘરની અંદર હોઉં કે ન હોઉં, મારા ડૅડીને વચમાં લાવવામાં ન આવે.’

તો અર્ચના તેને જવાબ આપતાં કહે છે કે ‘હા, એનાથી કોઈ ફરક નથી પડતો કે તું ઘરની અંદર રહે કે ન રહે. જો તું તારા પિતાની વાત ન સાંભળે, જો તું તારા પિતાની ન હોય તો કોની છે?’ 

entertainment news television news indian television Bigg Boss