સાજિદ બન્યો ઘરજમાઈ

17 November, 2022 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વારંવાર ‘બિગ બૉસ’માં જાહેરમાં સ્મોકિંગ કરવા છતાં તેને કોઈ સજા નથી મળી રહી: સ્મોકિંગ રૂમ કર્યો સીલ

સાજિદ ખાન

સાજિદ ખાન હાલમાં ‘બિગ બૉસ’નો ઘરજમાઈ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. તે હાલમાં ‘બિગ બૉસ 16’માં સ્પર્ધક તરીકે જોવા મળી રહ્યો છે. આ શોમાં જાહેરમાં સિગારેટ પીવાની સખત મનાઈ છે. શાલીન ભનોત, ટીના દત્તા, સુમ્બુલ અને એમસી સ્ટેન બાથરૂમમાં એકસાથે જઈને સ્મોકિંગ કરી રહ્યાં હતાં ત્યારે ‘બિગ બૉસ’ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને હવે સિગારેટ નહીં મળે. જોકે ત્યાર બાદ બીજા જ એપિસોડમાં સાજિદ ખાનને કહેવામાં આવ્યું હતું કે જાહેરમાં સ્મોકિંગ નહીં કરે. જોકે ત્યાર બાદ કૅપ્ટન્સીનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. સાજિદને એક વાર કહેવામાં આવ્યું હતું એમ છતાં તે ફરી જાહેરમાં સ્મોક કરી રહ્યો હતો. જોકે ‘બિગ બૉસ’ના નિયમનું પાલન ન કરવા અને ​તેમના દ્વારા કોઈ સખત સજા ન આપવાથી એવું લાગી રહ્યું છે કે તે ખરેખર ‘બિગ બૉસ’નો ઘરજમાઈ બની ગયો હોય. મેકર્સ દ્વારા સ્મોકિંગ રૂમને સીલ કરવામાં આવ્યો છે, પરંતુ સાજિદે તેણે જાહેરમાં સ્મોકિંગ કર્યું એની માફી માગવાની પણ ના પાડી દીધી છે. મોટા ભાગે એક જ નિયમ એક જ વ્યક્તિ દ્વારા સતત તોડવામાં આવતાં બિગ બૉસ દ્વારા સજા આપવામાં આવે છે, પરંતુ અહીં ફક્ત સ્મોકિંગ રૂમને જ સીલ કરવામાં આવ્યો છે.

entertainment news television news indian television sajid khan Bigg Boss