11 October, 2020 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન
'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો 'બિગ બૉસ'ની સિઝન 14ની ત્રીજી ઓક્ટોબરથી ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શોનાં સ્પર્ધકો ધીરે ધીરે ફોર્મમાં આવી રહ્યાં છે. જ્યાં સ્પર્ધકોમાં મિત્રતાની સાથે સાથે તીખી તકરાર પણ જોવા મળી રહી છે. ત્યારે આજે રવિવારે સલમાન ખાન (Salman Khan) 'Weekend Ka Vaar'માં જોવા મળશે. જેમાં તે બધા જ કન્ટેસ્ટન્ટ્સને બેઘર કરે છે. તાજેતરમાં કલર્સ ચેનલે આજે આજના એપિસોડનો એક પ્રોમો શૅર કર્યો છે તેમા સલમાન ખાન બધા સ્પર્ધકો પર ભડક્યો હોવાનું દેખાય છે. આ જોયા પછી સહુ કોઈ એપિસોડ જોવા માટે ઉત્સુક છે.
'બિગ બૉસ'ની સિઝન 14ને એન્ટરટેઈનિંગ અને ઈન્ટ્રસ્ટિંગ બનાવવા માટે મેકર્સ બધા જ પ્રયત્નો કરે છે. તૂફાની સીનિયર્સ સિદ્ધાર્થ શુક્લા (Siddharth Sukla), હિના ખાન (Hina Khan) અને ગોહર ખાન (Gauhar Khan)ની એન્ટ્રીથી મેકર્સે શોને વધુ એન્ટરટેઇનિંગ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ વચ્ચે સલમાન ખાને શનિવારે શોનાં પહેલાં વિકએન્ડનો વાર હોસ્ટ કર્યો. જ્યાં તેણે ઘણાં સ્પર્ધકોને અરિસો બતાવ્યો હતો અને તેમને ખુબ ફટકાર લગાવી છે. તો બીજી બાજુ સલમાન ખાન સ્પર્ધકોની સાથે મસ્તી મજાક કરતો નજરે આવે છે. સાથે જ બધા સ્પર્ધકોની ક્લાસ પણ લે છે.
'Weekend Ka Vaar'ના વીડિયોમાં સલમાન ખાન શોનાં સ્પર્ધકોને કહેતા નજર આવે છે કે, 'તમે લોકો પોતાને શું સમજો છો, પોતાની જાતને તુર્રમ ખાન ન સમજો. તમે લોકોએ સીન પલટાવ્યો જરૂર છે. તમારો જુસ્સો, તમારો જોશ અને તમારો જનૂન જોઈને અમે નિર્ણય લીધો છે કે, કેમ કોઈનો સમય વેળફવો. એટલે ફાઇનલ ડિસીઝન એ છે કે, આપ દસેય દસ લોકો પોત પોતાનો સામાન પેક કરી લો અને આ ઘરમાંથી નીકળી પડો. કારણકે આ સમયની બર્બાદી છે.' આ સાથેજ સલમાને સીનિયર્સને એક રિપોર્ટ કાર્ડ બનાવવાં કહ્યું છે. આ રિપોર્ટ કાર્ડમાં સીનિયર્સે ઘરનાં સૌથી ફેકથી લઇ સૌથી ડિઝર્વિંગ સર્ધકનું નામ કહેવાનું છે.
આ પણ વાંચો: Bigg Boss 14: રુબીના દિલૈકનો એક્સ અવિનાશ સચદેવ વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લેશે?
તમને જણાવી દઈએ કે, આજના એપિસોડમાં સલમાન ખાન ફક્ત બધા સ્પર્ધકોનો ક્લાસ જ લેશે. કોઈ એલિમિનેટ નહીં થાય.